નિર્જળા એકાદશીના દિવસે આ કારણે નથી પીવામાં આવતું જળ, આ દિવસે જરૂર કરો આ કામ

ધાર્મિક

નિર્જળા એકાદશી દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષ પર આવે છે. નિજળા એકાદશીને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે વ્રત રાખવાથી તેનું ફળ જરૂર મળે છે. આ વર્ષે 21 જૂને નિર્જળા એકાદશી આવી રહી છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને નિર્જળા રહીને તેનું વ્રત રાખવામાં આવે છે. જેના કારણે તે નિર્જળા એકાદશી તરીકે ઓળખાય છે. એકાદશી તિથિ થી લઈને બારશ તિથિ ના સૂર્યોદય સુધી આ વ્રત ચાલે છે અને ત્યાર પછી જ વ્રતનું પારણ કરવામાં આવે છે.

નિર્જળા એકાદશી વ્રત કથા: નિર્જળા એકાદશી સાથે જોડાયેલી કથા મુજબ એક વખત ભીમસેને વ્યાસજીને કહ્યું કે તેઓ ભૂખ્યા રહી શકતા નથી. ભીમસેને કહ્યું કે તે દાન કરી શકે છે, ભગવાનની વિધિ પૂર્વક પૂજા કરી શકે છે. પરંતુ ભોજન કર્યા વગર રહેવું તેમના માટે શક્ય નથી. જોકે તેમણે ક્યારેય પણ વ્રત કર્યું નથી.

ભીમસેને વ્યાસજીને કહ્યું કે તે તેમને વર્ષમાં કોઈ એક એવો દિવસ જણાવો. જે દિવસે વ્રત કરવાથી વર્ષ ભરના વ્રતનું ફળ તેમને મળી શકે. ત્યારે વ્યાસજીએ તેમને કહ્યું કે તે જેઠ મહિનાના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત કરે. સાથે તેમણે કહ્યું કે વૃષભ અને મિથુનની સંક્રાંતિ વચ્ચે આવતી આ એકાદશી પર અન્નની સાથે સાથે જળનું એક ટીપુ પણ ગ્રહણ ન કરો. જો તેઓ આ વ્રત કરશે, તો તેમને ખૂબ પુણ્ય મળશે અને દરેક પાપથી મુક્તિ મળશે. ત્યાર પછી ભીમસેને આ ઉપવાસ રાખવાનું શરૂ કર્યું.

આ રીતે કરો આ વ્રત: આ દિવસે સવારે વહેલા ઉઠો અને પહેલા સ્નાન કરી લો. ત્યાર પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજા કરતી વખતે વ્રત રાખવાનો સંકલ્પ કરો. પૂજા પૂર્ણ થયા પછી આરતી જરૂર ગાઓ. દિવસભર ભગવાનનું સ્મરણ કરો. સાંજે ઈચ્છો તો ફલાહાર કરો. પરંતુ પાણી ન પીવો. બીજા દિવસે સ્નાન કર્યા પછી બ્રાહ્મણને દાન કરો અને વ્રતનું પારણ કરો. આ મુશ્કેલ વ્રતથી બધા પાપોથી છુટકારો મળે છે.

રાખો આ વાતનું ધ્યાન: નિર્જળા એકાદશીના દિવસે પીપળના ઝાડની પૂજા કરો. સવારે આ ઝાડ પર પાણી ચળાવો અને તેની સામે દીવો પણ જરૂર પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.

આ દિવસે તુલસીની પૂજા કરવી પણ ફાયદાકારક માનવામાં માનવામાં આવે છે. સવાર-સાંજ તુલસીની પૂજા કરતી વખતે તેની સામે પાંચ દીવડાઓ પ્રગટાવો. યાદ રાખો એકાદશીના દિવસે તુલસી પત્ર તોડવાની મનાઈ કરવામાં આવી છે. તેથી તુલસી પત્ર તોડવાની ભૂલ ન કરો.

નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેમને તુલસી પત્ર જરૂર ચળાવો. વિષ્ણુજીને તુલસીના પાન અર્પણ કરવાથી પૂજા સફળ થાય છે. જો કે, તમારે તુલસી પત્ર એક દિવસ પહેલા તોડીને રાખવા જોઈએ. આ દિવસે પલંગ પર સૂવું નહીં. સાથે જ કોઈ સાથે લડાઈ કરવાથી બચો. ખોટા શબ્દોનો ઉપયોગ ન કરો.