સાથિયા 2: કોણ હશે ગહનાની વિરુદ્ધ? રજત ટોકસ સહિત આ નામોની ચર્ચા

Uncategorized
  • શોના નિર્માતા રશ્મિ શર્માએ જણાવ્યું હતું કે, 2010 માં જ્યારે આ શો પ્રસારિત થયો હતો, ત્યારથી તે આજ સુધી ચર્ચામાં રહ્યો હતો. શો બંધ થયા પછી પણ મારા મગજમાં ઘૂમતો રહ્યો. ઘણા મનમાં વિચારો આવ્યા કે આ શો કેવી રીતે આગળ ધપાવી શકાય.

  • સાથ નિભાના સાથિયા 2 છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. શોનું ટીઝર પણ મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. ઉપરાંત, શોમાં મુખ્ય ભૂમિકામાં દેવોલિના ભટ્ટાચારજી જોવા મળશે. આ સાથે, નિર્માતાઓએ નવા પાત્રની એન્ટ્રી પણ કરી છે. પાત્રનું નામ છે ગહના. જો કે ગહનાની ભૂમિકા કોણ નિભાવશે તે અંગે સસ્પેન્સ જળવાઈ રહ્યું છે. ગહના માટે મેકર્સ નીતિ ટેલર, કાંચી સિંહ જેવા નામો પર વિચાર કરી રહ્યા છે.
  • ગહનાની વિરુદ્ધ કોણ હશે?
  • તે જ સમયે, શોમાં ગહનાની વિરુદ્ધ મેઇલ લીડ કોણ હશે તે અંગે પણ ચર્ચા ગરમ છે. પિંકવિલાના સમાચાર મુજબ, નિર્માતા હર્ષ રાજપૂત, રજત ટોકસ, પ્રિયાંશુ જોરા, શ્રવણ રેડ્ડી અને મિશ્કત વર્માના નામ પર વિચાર કરી રહ્યા છે. જોકે, નિર્માતાઓએ હજી સુધી કોઈના નામની પુષ્ટિ કરી નથી.જણાવી દઈએ કે આ શો દિવાળી પહેલા શરૂ થઈ શકે છે.

  • શોના નિર્માતા રશ્મિ શર્માએ કહ્યું હતું – 2010 માં જ્યારે આ શો પ્રસારિત થયો ત્યારથી આજ સુધી ચર્ચામાં રહ્યો. શો બંધ થયા પછી પણ મારા મગજમાં ઘૂમતો રહ્યો. ઘણા વિચારો મનમાં આવ્યા કે આ શો કેવી રીતે આગળ ધપાવી શકાય. કોરોના લોકડાઉન વચ્ચે શોના રીપીટ ટેલિકાસ્ટ્સને મોટાભાગના લોકોએ જોયું. સાથ નિભાના સાથિયા 2 માં ઘણા નવા ચહેરા જોવા મળશે. સ્ટોરીમાં ઘણાં ટ્વિસ્ટ હશે. તે એક ફેમિલી શો જ રહેશે અને સંબંધોની આસપાસ ફરશે.આ સિવાય તેમણે કહ્યું હતું કે – મોદી પરિવાર સિવાય આ શો પાછો નહીં આવી શકે. કોકિલાબેન અને ગોપી પાછા ફરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *