ક્રિકેટની સાથે જ અભ્યાસમાં પણ નંબર 1 હતા ભારતના આ 7 ક્રિકેટર્સ, જાણો કોની પાસે છે કઈ ડિગ્રી

રમત-જગત

આપણે બાળપણથી જ એક કહેવત સાંભળી છે જે ખૂબ સામાન્ય છે. આપણા વડીલો આપણને કહે છે કે ‘ભણશો ગણશો તો બનશો નવાબ, રમશો-કૂદશો તો થશો ખરાબ’. પરંતુ આ કહેવત તે લોકો પર ખોટી સાબિત થાય છે જેમણે દુનિયાભરમાં પોતાનું નામ ખેલકૂદથી બનાવ્યું છે. પરંતુ આપણા કેટલાક ક્રિકેટ ખેલાડીઓ એવા પણ છે કે જે રમતની સાથે અભ્યાસમાં પણ ખૂબ આગળ હતા. આજે અમે તમને ભારતના તે ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની પાસે ખૂબ મોટી-મોટી ડિગ્રી છે.

અનિલ કુંબલે: અનિલ કુંબલે ભારત તરફથી સૌથી સફળ સ્પિન બોલર રહ્યો છે. કુંબલેએ તેની ક્રિકેટ કારકિર્દીના અંતમાં ભારતીય ટીમની કપ્તાની પણ કરી હતી. ક્રિકેટના મેદાન ઉપરાંત કુંબલે અભ્યાસમાં પણ નંબર 1 હતો. અનિલએ પ્રી-યુનિવર્સિટી કોલેજ એજ્યુકેશન બાસાવાનાગુડી થી કર્યું હતું. આ પછી જમ્બોએ આરવીસીઇ કોલેજથી પોતાનું મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું હતું. આ રીતે અનિલ કુંબલે એન્જિનિયર બન્યા હતા.

રાહુલ દ્રવિડ: ભારતીય ટીમ માટે વિશ્વાસનું બીજું નામ રાહુલ દ્રવિડ હતું. રાહુલ દ્રવિડ વોલ ઓફ ટીમ ઇન્ડિયા કહેવાતા. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત 1996 માં કરી અને તે ભારતીય ટીમ તરફથી 16 વર્ષ સુધી રમ્યો. તેણે ઘણા વર્ષો સુધી ભારતીય ટીમની કપ્તાની સંભાળી હતી. બેંગ્લોરની જાણીતી સેન્ટ જોસેફ બોય્ઝ હાઇ સ્કૂલમાંથી દ્રવિડે પોતાનો અભ્યાસ પૂરો કર્યો. આ પછી દ્રવિડે સેન્ટ જોસેફ કોલેજ ઓફ કોમર્સમાંથી કોમર્સમાં ડિગ્રી લીધી હતી.

ઝહીર ખાન: ઝહીર ખાન પોતાના સ્કૂલના દિવસોમાં ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થી હતો. ઝહીરે 12 ખુબ સારા નંબરે પાસ કર્યું હતું. તેણે એન્જિનિયરિંગ માટે પ્રવેશ મેળવ્યો હતો. આ દરમિયાન ક્રિકેટના પ્રેમે તેને પોતાની તરફ આકર્ષિત કર્યો. ત્યાર પછી ઝહીર ખાન એન્જિનિયરિંગ છોડીને ક્રિકેટમાં નસીબ અજમાવવા ગયો. ઝહિર ખાન ભારતના સૌથી સફળ બોલરોમાં શામેલ છે.

અવિષ્કાર સાલ્વી: અવિષ્કાર સાલ્વીએ ભારત તરફથી 4 વનડે મેચ રમી હતી. સાથે તે આઈપીએલમાં 7 ટી 20 મેચ પણ રમ્યા હતા. તેમણે ઇસરોમાં જવા માટેની ડિગ્રી લીધી હતી. અવિષ્કાર સાલ્વી એસ્ટ્રોફિઝિક્સમાં પીએચડી કરી ચુક્યા છે.

વીવીએસ લક્ષ્મણ: ભારતીય ટીમ માટે ખૂબ જ ખાસ ઇનિંગ્સ રમનાર વીવીએસ લક્ષ્મણે હંમેશા ટીમ ઈન્ડિયાને મુશ્કેલ પરિસ્થિતિમાં મેચ જીતાવી છે. લક્ષ્મણે ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા સામે વર્ષ 1996 માં પ્રવેશ કર્યો હતો. લક્ષ્મણે પોતાની છેલ્લી મેચ પણ આ ટીમ સામે રમી હતી. લક્ષ્મણે ડોક્ટર બનવા માટે મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો હતો. પરંતુ ક્રિકેટમાં આવવા માટે તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. લક્ષ્મણ ભારતના મહાન ક્રિકેટર તરીકે ઓળખાય છે.

રવિચંદ્રન અશ્વિન: રવિચંદ્રન અશ્વિન આજના સમયમાં ભારતની સ્પિન બોલિંગની કરોડરજ્જુ છે. રવિચંદ્રન અશ્વિને વર્ષ 2011 માં વનડે કારકિર્દીમાં ડેબ્યૂ કર્યું હતું. અશ્વિને ક્રિકેટર બનતા પહેલા ખૂબ જ સારો અભ્યાસ કર્યો હતો. તેમણે ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં બી.ટેક કર્યું છે. પછી તે ક્રિકેટમાં આવ્યો.

જાવગલ શ્રીનાથ: જાવગલ શ્રીનાથ ભારત માટે ઝડપી બોલિંગ કરતો હતો. જાવગલ શ્રીનાથ હવે આઈસીસીના મેચ રેફરી બની ચુક્યા છે. શ્રીનાથ વનડે ક્રિકેટમાં ભારત તરફથી 300 થી વધુ વિકેટ લેનારા એકલા બોલર છે. શ્રીનાથે 1991 માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યું હતું. તેના અભ્યાસ વિશે વાત કરીએ તો તે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે. તેમણે ઇન્સ્ટ્રુમેન્ટલ એન્જિનિયરિંગમાં બેચલરની ડિગ્રી મેળવી છે.