લાખો રૂપિયાના બૂટ પહેરે છે રણબીર કપૂર, એક જોડીની કિંમત જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

બોલિવૂડ સ્ટાર્સ લક્ઝરી લાઇફ જીવવાનું પસંદ કરે છે. બોલિવૂડના દરેક સ્ટારના પોત પોતાના શોખ હોય છે. આવા જ અભિનેતા રણબીર કપૂર વિશે વાત કરવામાં આવે તો તેમને મોંઘા બૂટ પહેરવાનો શોખ છે. રણબીર કપૂરની ગણતરી બોલીવુડના સૌથી હેન્ડસમ અભિનેતા તરીકે થાય છે, પરંતુ તે બૂટ પર વધારે પૈસા ખર્ચ કરે છે.

રણબીર કપૂર તેના દરેક લુકથી ચાહકોનું દિલ જીતી લે છે. ભલે તે એરપોર્ટ પર જોવા મળે, કોઈ એવોર્ડ શો હોય કે પાર્ટી, દરેક જગ્યાએ તે દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. રણબીર દરેક જગ્યાએ મોંઘા અને લક્ઝરી ગેજેટ્સમાં જોવા મળે છે.

રણબીર કપૂર હંમેશાં તેના ગુડ લૂકિંગ અને મોંઘા બૂટથી ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેતા તેના ડિઝાઇનર સ્નીકર્સ માટે હેડલાઇન્સમાં છે કારણ કે તે સામાન્ય નથી પરંતુ લિમિટેડ એડિશન શૂઝ છે. લિમિટેડ એડિશન હોવાને કારણે તે ખૂબ મોંઘા પણ છે.

જણાવી દઈએ કે રણબીર કપૂરના આ સ્પેશિયલ સ્નીકર ડિયોર એક્સ એર જોર્ડનના છે. તેમાં બંને બાજુ સ્વૂશ લોગો લાગેલો છે. સાથે જ તે એર ડિયોર લોગો સાથે વ્હાઈટ અને ગ્રે અપરમાં તૈયાર કરવામાં આવ્યા છે. પોતાના એક ઇન્ટરવ્યુમાં રણબીર કપૂરે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે એક એવી વ્યક્તિ સાથે સંપર્કમાં છે જે શૂઝને રીસેલ કરે છે. એવા લોકો છે જે શૂઝને ખરીદી લે છે અને પછી તેને સેલ કરવા ઈચ્છે છે, પછી વધારે પૈસામાં પણ તે સેલ કરે છે.

આટલી છે કિંમત: મીડિયા રિપોર્ટ્સમાં આ બૂટને ખૂબ જ મોંઘા જણાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, યુએસ ડોલરમાં આ શૂઝની કિંમત 8-10 હજાર ડોલર છે. એટલે કે રણબીર કપૂરને આ બૂટ ખરીદવા માટે ભારતીય ચલણમાં લગભગ 5 લાખ 80 હજાર રૂપિયાથી વધુ પૈસા ખર્ચ કરવા પડે છે.

આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યા છે રણબીર કપૂર: જણાવી દઈએ કે, રણબીર કપૂર લાંબા સમયથી અભિનેત્રી આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. બંનેએ ઘણી વખત દુનિયા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ઘણીવાર આ બંનેના લગ્નના સમાચારો પણ સામે આવે છે. આશા છે કે, આ વર્ષે બંને લગ્ન કરી શકે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર અને આલિયાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની પણ મુખ્ય ભૂમિકા છે. આ સાથે જ આલિયા ભટ્ટ તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ને લઈને પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં આલિયા વૈશ્યાની ભૂમિકા નિભાવશે. તાજેતરમાં રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલર ખૂબ પસંદ આવ્યું હતું. સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આ વર્ષે જુલાઈમાં રિલીઝ થવાની સંભાવના છે.

જ્યારે રણબીર કપૂરની આગામી ફિલ્મમાં શમશેરા પણ શામેલ છે. આલિયા ભટ્ટ રાજમૌલીના નિર્દેશનમાં બની રહેલી બિગ બજેટ ફિલ્મ ‘આરઆરઆર’ નો પણ એક ભાગ છે. આ ફિલ્મમાં હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે જાણીતા કલાકારો જુનિયર એન્ટિરાવ અને રામ ચરણની પણ મુખ્ય ભૂમિકા હશે.

Leave a Reply

Your email address will not be published.