મહિલાઓ માટે આ કારણે ખૂબ જ ખાસ હોય છે વડ સાવિત્રી વ્રત, જાણો તેની સાથે જોડાયેલી કથા

ધાર્મિક

10 જૂન ગુરૂવારે વડ સાવિત્રી વ્રત છે. દર વર્ષે આ વ્રત જેઠ મહિનાની અમાસ પર આવે છે. આ દિવસે વ્રત રાખવું ફાયદાકારક સાબિત થાય છે. એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ વડ સાવિત્રીનું વ્રત રાખે છે. તેના પતિનું આયુષ્ય લાંબું થાય છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે. આ દિવસે વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. જોકે ઉત્તર ભારતમાં આ વ્રત અમાસ પર અને દક્ષિણ ભારતમાં આ વ્રત જેઠ પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે.

વ્રતનું મહત્વ: એવું માનવામાં આવે છે કે વડના વૃક્ષમાં ત્રિદેવનો વાસ હોય છે. વડ વૃક્ષના મૂળમાં બ્રહ્મા, તનમાં ભગવાન વિષ્ણુ અને ડાળીઓમાં શંકરનો વાસ હોય છે. જ્યારે આ વૃક્ષની લટકતી શાખાઓને દેવી સાવિત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ વૃક્ષની પૂજા કરવાથી બધી ઈચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થઈ જાય છે.

આ રીતે કરો પૂજા: આ દિવસે વડના ઝાડની પૂજા કરવામાં આવે છે. આ સાથે યમરાજની પણ પૂજા કરવામાં આવે છે. પૂજા કરતી વખતે લાલ રંગના કપડા, સિંદૂર, ફૂલો, અક્ષત, રોલી, મોલી, પલાળેલા ચણા, ફળ અને મીઠાઈ એક થાળીમાં રાખવામાં આવે છે. કાચું દૂધ અને પાણી ઝાડના મૂળ પર ચળાવવામાં આવે છે. ત્યર પછી થાળીમાં રાખેલી ચીજો ચળાવવામાં આવે છે. ત્યાર પછી સત્યવાન-સાવિત્રીની કથા વાંચવામાં આવે છે.

પૂજામાં પલાળેલા ચણા ચળાવવાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે યમરાજે ચનાના રૂપમાં જ સત્યવાના પ્રાન સાવિત્રીને આપ્યા હતા. આવિત્રી ચણાને લઈને સત્યવાનના શરીર પાસે આવી અને ચણાને સત્યવાના મોંમાં રાખી દીધા. તેનાથી સત્યવાન ફરીથી જીવિત થયા.

વ્રત સાથે જોડાયેલી કથા: ભાવિષ્ય પુરાણ અનુસાર દેવી સાવિત્રી રાજા અશ્વપતિની પુત્રી હતી. સવિત્રીના લગ્ન સત્યવન સાથે થયાં હતાં. પરંતુ નારદજીએ સાવિત્રીની ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે – ‘સત્યવાન અલ્પજીવી છે’. આ વાત સાંભળતાની સાથે સાવિત્રી દુઃખી થઈ ગઈ. પરંતુ સાવિત્રીએ હિંમત ન હારી. ત્યાં એક દિવસ જ્યારે સાવિત્રી અને સત્યવન લાકડા લેવા જંગલમાં ગયા. તો લાકડા કાપતી વખતે સત્યવાનને અચાનક કંઈક થવા લાગ્યું. ત્યાર પછી સત્યવાને સાવિત્રીને કહ્યું કે ‘પ્રિય! મારા માથામાં ખૂબ પીડા થઈ રહી છે. તેથી હું થોડા સમય માટે આરામ કરવા ઈચ્છું છું. સાવિત્રી પોતાના પતિનું માથું ખોળામાં લઈને બેઠી. તે જ સમયે ભેંસ પર સવાર થઈને યમરાજ સત્યવાનનો જીવ લેવા આવ્યા.

સાવિત્રીએ તેને ઓળખ્યા અને કહ્યું – “તમે મારા પતિનો જીવ ન લો”. યમરાજ ન માન્યા અને તેમણે સત્યવાનના શરીરના પ્રાણ ખેંચી લીધા. સત્યવાનના પ્રાણ લઈને તે પોતાના લોક નીકળી પડ્યા. સાવિત્રી પણ તેની પાછળ ગઈ. ખૂબ દૂર ગયા પછી, યમરાજે સાવિત્રીને કહ્યું, હવે તમે પાછા જાઓ. આનાથી આગળ તમે નહિં આવી શકો. સાવિત્રીએ કહ્યું કે હું ખુશીથી ચાલી રહી છું. તમે પરેશાન ન થાઓ. સાવિત્રીના પતિ ધર્મથી ખુશ થઈને યમરાજે તેને વરદાન માંગવા કહ્યું. સાવિત્રીએ યમરાજ પાસે ત્રણ વરદાન માંગ્યા અને કહ્યું કે મારા અંધ સાસુ-સસરાને આંખો આપો. હું સત્યવાનના સૌ પુત્રોની માતા બનું અને તેમને પોતાનું રાજ્ય પરત મળે. સાવિત્રીની આ ઈચ્છાને પૂર્ણ કરવામાં આવી.