શાસ્ત્રો અનુસાર આ 10 ચીજોનું દાન કરવાથી મળે છે પુણ્ય અને પાપોથી મળે છે મુક્તિ

ધાર્મિક

હિન્દુ ધર્મમાં ચીજોનું દાન કરવું શુભ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જો કોઈ કોઈ તહેવાર અથવા વિશેષ દિવસે દાન કરવામાં આવે તો વ્યક્તિને પાપોથી મુક્તિ મળે છે. આટલું જ નહીં, જો કોઈ ગ્રહની ખરાબ દિશા કુંડળીમાં ચાલી રહી છે, તો તે ગ્રહ પ્રમાણે ચીજોનું દાન કરવાથી ગ્રહ શાંત થઈ જાય છે.

એવા ઘણા લોકો છે જે દાન જરૂર કરે છે. જો કે ખુબ ઓછા લોકોને જ દાન કેવી રીતે કરવામાં આવે છે, તેની જાણકારી હોય છે. જો આપણે યોગ્ય વિધિ સાથે ચીજોનું દાન કરીએ છીએ ત્યારે જ આપણને પુણ્ય મળે છે અને ગ્રહોથી બચી શકાય છે.

દાન કરવા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી: શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ તેની કમાણીનો દસ ટકા ભાગ દાન જરૂર કરવો જોઈએ. ગરીબ લોકોને અથવા પંડિતોને દાન કરવાથી પુણ્ય મળે છે. તેથી કોઈ અન્ય વ્યક્તિને દાન ન કરો.
દાન કરવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. તેથી તમારે હંમેશાં સવારે જ દાન કરવું જોઈએ. ક્યારેય પણ કોઈ અન્યની ચીજોનું દાન ન કરો, અથવા તો કોઈ પાસેથી ઉધાર લઈને ચીજોનું દાન ન કરો. આ કરવાથી તમને પુણ્ય મળતું નથી. હંમેશાં શાંત અને ખુશ મનથી ચીજોનું દાન કરો અને દાન કરતી વખતે ગુસ્સો ન કરો.

દાન કરવાની વિધિ: દાન આપવાની વિધિ મુજબ તમે જે દિવસે દાન કરવા જઇ રહ્યા છો તે દિવસે સૌ પ્રથમ સવારે સ્નાન કરો અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપો. આ પછી દાનમાં આપવાની ચીજોને મંદિરમાં રાખો અને ભગવાનની પૂજા કરો. પૂજા કર્યા પછી ચીજોનું દાન કરો. જ્યારે પણ તમે કોઈ ચીજનું દાન કરો છો, ત્યારે તેની સાથે પૈસા જરૂર આપો. દાન આપતા પહેલા તમે પંડિત પાસેથી દાન આપવાનો શુભ સમય પણ જાણી લો અને શુભ સમય પર જ ચીજોનું દાન કરો. મકર સંક્રાંતિ, એકાદશી, અમાસ અને પૂર્ણિમાના દિવસે તમે ચીજોનું દાન જરૂર કરો.

કઈ ચીજોનું કરવું જોઈએ દાન: આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કઈ ચીજોનું દાન કરવાથી પુણ્ય મળે છે. આપણા શાસ્ત્રોમાં એવી 10 ચીજોનો ઉલ્લેખ છે. જેનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ 10 ચીજોના નામ નીચે મુજબ છે – ગાય, જમીન, તલ, સોનું, ચાંદી, ઘી, કપડા, અનાજ, ગોળ અને મીઠું.

ઉપર જણાવેલ ચીજો ઉપરાંત જો સૂર્ય ખરાબ દિશામાં હોય તો પીળી ચીજોનું દાન કરો, જો મંગળ ગ્રહની દિશા ખરાબ હોય તો મીઠી ચીજોનું દાન કરો, જો ગુરુ ગ્રહ ખરાબ દિશામાં હોય તો કેળાનું દાન કરો, શુક્ર ગ્રહ ભારે થવા પર તમે મૂળાનું દાન કરો અને શનિ ગ્રહના પ્રકોપથી બચવા માટે કાળી ચીજો, તેલ અને ચપ્પલનું દાન કરો.