પિતા સૈફ અલી ખાનની 5 હજાર કરોડ રૂપિયાની સંપત્તિનો વારસદાર નહિં બની શકે તૈમુર, જાણો શા માટે

બોલિવુડ

આ વાત દરેક વ્યક્તિ જાણે છે કે તૈમૂર અલી ખાનના પિતા સૈફ અલી ખાન પટૌડીના નવાબ છે અને તે ઘણી સંપત્તિના માલિક છે પરંતુ સૈફ અલી ખાન તૈમુર અલી ખાનને પોતાની સંપત્તિનો વારસદાર બનાવી શકે તેમ નથી. કારણ કે સૈફ અલી ખાનની સંપત્તિ વિવાદોમાં ફસાયેલી છે. ખરેખર અભિનેતા સૈફ અલી ખાનની સંપૂર્ણ સંપત્તિ શત્રુ સંપત્તિ વિવાદ અધિનિયમ હેઠળ આવે છે. જણાવી દઈએ આ અધિનિયમ મુજબ વંશજ મિલકત પર દાવો કરી શકતા નથી અથવા તેમના પુત્રને આ સંપત્તિના વારસદાર બનાવી શકતા નથી, અને જો તે આવું કરે છે, તો તેને પહેલા હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં દાવો કરવો પડી શકે છે.

જણાવી દઈએ કે સૈફ અલી ખાનના પરદાદાની ભોપાલ હરિયાણા અને દેશના અન્ય સ્થળોએ આશરે 5000 કરોડની સંપત્તિ છે. સૈફ અલી ખાનના પિતાના અવસાન પછી, આ સંપત્તિની દેખરેખ સૈફની માતા શર્મિલા ટાગોરે કરી હતી. પછી શર્મિલાએ આ સંપત્તિની દેખરેખની જવાબદારી સૈફ અલી ખાનની બહેન સબાને આપી હતી. જોકે નવાબ પટૌડીની વસીયત અંગે હજી સુધી કોઈને જાણકારી નથી. જેના કારણે કોઈ જાણતું નથી કે તેમણે તેના ત્રણ બાળકોને કેટલો ભાગ આપ્યો હતો. નવાબ પટૌડીની સંપત્તિને લઈને શરૂઆતથી જ ઘણા વિવાદ ચાલી રહ્યા છે. ભોપાલમાં તેમની જેટલી પણ સંપત્તિ છે, તે હવે શત્રુ સંપત્તિ વિવાદ અધિનિયમ હેઠળ આવી ગઈ છે.

ખરેખર ગૃહ મંત્રાલયનો શત્રુ સંપત્તિ વિભાગ આ સંપત્તિની લાંબા સમયથી તપાસ કરી રહ્યો છે. જણાવી દઈએ કે ભોપાલના નવાબ હમીદુલ્લાહને કોઈ પુત્ર નહોતો. આવી સ્થિતિમાં, તેણે તેની મોટી પુત્રી આબીદાને આ સંપત્તિનો વારસદાર બનાવ્યો. જે પાછળથી પાકિસ્તાનમાં જઈને સ્થાયી થઈ ગઈ. ત્યાર પછી હમીદુલ્લાની પુત્રી સાજીદા આ સંપત્તિની વારસદાર બની હતી. તે જ સમયે, સાજિદાના લગ્ન ઇફ્તીકાર અલી સાથે થયા હતા. સાજીદાના પુત્રનું નામ મન્સૂર અલી ખાન પટૌડી હતું. પછી મન્સૂર અલી ખાને અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા. મન્સૂર અને શર્મિલાના પુત્રનું નામ સૈફ અલી ખાન છે. જે સાજીદાનો પૌત્ર અને હમીદુલ્લાહનો પરપૌત્ર લાગે છે.

જોકે સૈફ અલી ખાને અભિનેત્રી અમૃતા સિંહ સાથે પહેલા લગ્ન કર્યા હતા. સૈફ અલી ખાનને અમૃતા સિંહથી એક પુત્ર ઇબ્રાહિમ અલી ખાન અને પુત્રી સારા અલી ખાન હતા. આ બંને તો સૈફ અલી ખાનની સંપત્તિના દાવેદાર છે જ, પરંતુ હવે સૈફ અલી ખાનની બીજી પત્ની કરીના કપૂર ખાનનો પુત્ર તૈમૂર અલી ખાન પણ આ સંપત્તિનો ત્રીજો હિસ્સાદાર બની ગયો છે, પરંતુ સૈફ અલી ખાન ઈચ્છીને પણ તૈમુરને પોતાની સંપત્તિનો વારસદાર બનાવી શકશે નહિં. સૈફ અલી ખાનની બધી સંપત્તિ હવે ગૃહ મંત્રાલયના શત્રુ સંપત્તિ વિભાગ હેઠળ આવી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *