જો શિયાળામાં થઈ જાય શરદી-ઉધરસ તો કરો આ 4 ઉપાય, નહિં જવું પડે હોસ્પિટલ

હેલ્થ

ઠંડું હવામાન અત્યારે તેની ચરમ સીમા પર છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને શરદી-ખાંસી-ઉધરસ જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ઉપરથી દેશમાં કોરોનાનો પ્રકોપ પણ ચાલી રહ્યો છે. તેથી તમારામાંથી કોઈપણ બિમાર થવું ઇચ્છશે નહિં. જોકે અત્યારે દરેક વ્યક્તિ હોસ્પિટલ જવું ઓછું પસંદ કરે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, આજે અમે તમને ચાર એવા ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ જેનાથી તમને શરદી-ખાંસી-ઉધરસમાં તાત્કાલિક રાહત મળશે. જો તમને શરદી ન હોય તો પણ, તમે આ ઉપાય અજમાવી શકો છો. તેનાથી શિયાળામાં બિમાર પડવાના ચાંસ ઓછા થઈ જશે.

મધ: તેમાં ભરપુર માત્રામાં એન્ટિવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ છે. જો તમને શરદી થાય છે, તો દિવસમાં બેથી ત્રણ વખત તેનું સેવન કરવું જોઈએ. તમે દિવસમાં ત્રણ વખત 1-1 ચમચી તેનું સેવન કરવું જોઈએ. બીજો વિકલ્પ એ છે કે તેને નવશેકા દૂધ સાથે પણ લઈ શકાય છે. જો તમને શરદી સાથે ઉધરસની સમસ્યા પણ છે, તો દૂધ સાથે મધ ન લો. આ સ્થિતિમાં તમે ગરમ પાણી સાથે મધનું સેવન કરી શકો છો. તેનાથી માત્ર તમને શરદીમાં જ આરામ નહિં મળે પરંતુ તમને ગળામાં પણ રાહત મળશે.

આદુની ચા: આદુમાં એન્ટિવાયરલ અને એન્ટિઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેથી, જો તે નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો ગળા, છાતી અને માથાનો દુખાવો ગાયબ થઈ જાય છે. એટલું જ નહીં, તેની અંદર રહેલા તત્વો શરદી ફેલાવતા વાયરસનો નાશ પણ કરે છે. શિયાળાની ઋતુમાં મધ અને આદુંની ચા શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. આદુંની ચા બનાવવા માટે, એક કપ ઉકળતા પાણીમાં અડધો ઇંચ આદુ ખમણીને નાખો. તેને બેથી ત્રણ મિનિટ સુધી ઉકાળો. પછી તેને ગાળી લો અને તેને ઠંડુ થવા માટે રાખો. જ્યારે તે નવશેકું થઈ જાય ત્યારે તેમાં એકથી દોઢ ચમચી મધ નાખો. તમારી આદુ મધવાળી ચા તૈયાર છે. તમે આ ચા દિવસમાં બે વાર પી શકો છો.

કોગળા અને વરાળ: જ્યારે પણ તમને શરદી કે તાવ આવે છે ત્યારે દિવસમાં ત્રણથી ચાર વખત ગરમ પાણી અને મીઠાથી કોગળા કરવા. ઉપરાંત, ગરમ પાણીની વરાળ લેવી જેનાથી તમને રાહત મળશે. ધ્યાનમાં રાખો કે જો આ ઉપાયથી રાહત ન મળે તો ડોક્ટરની સલાહ લેવી.

Leave a Reply

Your email address will not be published.