આ છે બોલીવુડના તે બાળકો જેમણે મોટા થઈને બનાવી છે જબરદસ્ત ઓળખ, શું તમે ઓળખ્યા કે નહિં?

બોલિવુડ

બોલિવૂડની ફિલ્મોમાં બધા સ્ટાર્સની પોતાની અલગ-અલગ ભૂમિકા હોય છે. બોલિવૂડમાં માત્ર મુખ્ય અભિનેતાઓ જ નહીં પરંતુ ઘણા કો-એક્ટરની ભૂમિકા પણ ખૂબ મહત્વની માનવામાં આવી છે. બોલિવૂડમાં ઘણી એવી ફિલ્મો છે જેમાં બાળ કલાકારોએ કામ કર્યું છે, પરંતુ હવે આ બાળ કલાકારોએ મોટા થઈને એક સારી ઓળખ બનાવી છે. આજે અમે તમને બોલિવૂડના તે અભિનેતાની માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમણે નાનપણથી જ એક્ટિંગની શરૂઆત કરી છે, અને મોટા થઈને તેઓએ જબરદસ્ત ઓળખ બનાવી લીધી છે.

રિતિક રોશન: હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા રિતિક રોશને બોલિવૂડમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. તેણે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી એક અલગ સ્થાન સ્થાપિત કર્યું છે. તેની ફિલ્મી કારકિર્દી ઘણી સફળ રહી છે. તમને જણાવી દઈએ કે રિતિક રોશને બાળ કલાકાર તરીકે વર્ષ 1980 માં આવેલી ફિલ્મ ‘આશા’, ‘આપકે દીવાના’ અને ‘ભગવાન દાદા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રિતિક રોશને મુખ્ય અભિનેતા તરીકે ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ માં કામ કર્યું હતું. જે તે સમયની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મના નિર્દેશક તેમના પિતા રાકેશ રોશન હતા. આ ફિલ્મ એ બોક્સ ઓફિસ ધમાલ મચાવી હતી. આ ફિલ્મથી રિતિક રોશન રાતોરાત સ્ટાર બન્યો હતો. આ ફિલ્મમાં તેમના દ્વારા નિભાવવામાં આવેલા ડબલ રોલ માટે તેમને સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો ફિલ્મફેયર એવોર્ડ અને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પણ એવોર્ડ મળી ચુક્યો છે.

જુગલ હંસરાજ: ફિલ્મ અભિનેતા જુગલ હંસરાજે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 1983 માં આવેલી ફિલ્મ “માસૂમ” માં બાળ કલાકાર તરીકે કરી હતી. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અને શબાના આઝમીએ પણ કામ કર્યું હતું. તેની આ ફિલ્મથી જુગલ હંસરાજે ઘણી લોકપ્રિયતા મેળવી, પછી મુખ્ય અભિનેતા તરીકેની તેમની પહેલી ફિલ્મ “આ ગલે લગ જા” હતી, જે 1994 માં આવી હતી. તેમાં ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે કામ કર્યું હતું, ત્યાર પછી જુગલ હંસરાજે ફિલ્મ ‘મોહબ્બતે’ માં કામ કર્યું હતું. તેણે તેની આ ફિલ્મથી ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ ફિલ્મ સફળ રહી હતી.

ઉર્મિલા માતોંડકર: ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે પોતાની સુંદર એક્ટિંગ અને સુંદરતાથી લાખો દિલો પર રાજ કર્યું છે. જણાવી દઈએ કે હિન્દી સિનેમા ઉપરાંત ઉર્મિલા મલયાલમ, મરાઠી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ઉર્મિલાએ વર્ષ 1980 માં આવેલી મરાઠી ફિલ્મ “જાકોલ” થી બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી 1981 માં ફિલ્મ ‘કલિયુગ’ અને ‘માસૂમ’ (1983) માં પણ કામ કર્યું છે. મુખ્ય અભિનેત્રી તરીકે તેમણે ફિલ્મ ‘ચાણક્યન’ (મલયાલમ) માં કામ કર્યું હતું જે વર્ષ 1989 માં આવી હતી. પરંતુ ફિલ્મ “રંગીલા” થી તેને સારી ઓળખ મળી હતી. ઉર્મિલા માતોંડકર હવે રાજકારણમાં જોડાઈ ગઈ છે.

આમિર ખાન: આમિર ખાને વર્ષ 1973 માં આવેલી ફિલ્મ ‘યાદોં કી બારાત’ થી બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આમિર ખાને ફિલ્મ ‘દિલ હૈ કી માનતા નહીં’ થી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. તેણે બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતાઓમાંના એક છે.

શ્રીદેવી: ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીએ માત્ર 4 વર્ષની ઉંમરે ફિલ્મ ‘થુનઈવન’ થી બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં બાળ કલાકાર તરીકે તેમણે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 1975 માં આવેલી ફિલ્મ ‘જુલી’ થી કરી હતી. મુખ્ય અભિનેત્રી તરીકે તેણે 1978 માં આવેલી ફિલ્મ “સોલવા સાવન” માં કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *