એક નહિં અનેક બિમારીઓને દૂર કરે છે ફિલ્મોનો સાથી પોપકોર્ન, અહિં જાણો પોપકોર્નથી થતા ફાયદાઓ વિશે

હેલ્થ

પોપકોર્ન કોને પસંદ નથી? જો તેને મોટા-બાળકોનો ફેવરિટ ટાઇમ પાસ કહેવામાં આવે તો તે બિલકુલ ખોટું નથી. વડીલોથી લઈને બાળકો સુધી પોપકોર્ન બધાના ફેવરિટ છે. ફિલ્મ જોવાની સાથે જો કોઇ ખાવાની ચીજ લાવવાની હોય તો લોકો પોપકોર્ન જ લાવે છે. તે માત્ર ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તમારો ફ્રી ટાઇમ પણ ચુટકી ભરમાં પસાર કરે છે. તેને ખાતા-ખાતા મૂવી ક્યારે પૂર્ણ થઈ જાય તેની ખબર નથી પડતી.

જોકે વડીલોની સામે જ્યારે પણ તમે પોપકોર્ન ખાવ છો, ત્યારે તેઓ હંમેશાં કહે છે કે ભલા આ કોઇ ખાવાની ચીજ છે! પરંતુ સત્ય એ છે કે પોપકોર્ન ખાવાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ તેનું સેવન કરવાના ફાયદા જ ફાયદા છે. જ્યારે ભૂખ લાગે ત્યારે તળેલી ચીજો ખાવા કરતા સારું છે કે તમે પોપકોર્ન ખાઓ. સૌથી સારી વાત એ છે કે તેમાં ખાંડ અને મીઠું કંઈ પણ નથી હોતું, તેથી તેને કોઈપણ ખાય શકે છે. આજની આ પોસ્ટમાં અમે તમને પોપકોર્ન સાથે જોડાયેલા કેટલાક ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે કદાચ અજાણ હશો.

કબજિયાતમાં રાહત આપે: પોપકોર્નમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જેનાથી તમને કબજિયાતમાં રાહત મળે છે. જો તમને પાચન સંબંધિત સમસ્યા હોય તો પોપકોર્નનું સેવન જરૂર કરવું જોઈએ. પોપકોર્નમાં બી-કોમ્પ્લૈક્સ વિટામિન્સ, વિટામિન ઇ અને મિનરલ્સ હોય છે, જે પાચન શક્તિ સુધારવામાં મદદ કરે છે. સૌથી સારી બાબત એ છે કે તેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી પણ પેટ સંબંધિત કોઈ સમસ્યા થતી નથી.

વજન ઓછું કરે: વજન ઓછું કરવા માંગતા લોકો માટે પોપકોર્ન શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. ઘણી વાર ડાયટિંગ કરતા લોકો ભૂખ લાગવાથી ચટપટી ચીજોનું સેવન કરી લે છે. આવી સ્થિતિમાં, જો તમને પણ ડાયેટિંગ કરતી વખતે ભૂખ લાગે છે, તો પછી તમે પોપકોર્નનું સેવન કરી શકો છો. તેમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક કપ પોપકોર્નમાં માત્ર 30 કેલરી હોય છે, જે એક કપ બટાટા ચિપ્સ કરતાં 5 ગણી ઓછી છે. તેમાં રહેલું ફાઈબર તમારી ભૂખ મટાડવામાં મદદ કરે છે જેથી તમને વારંવાર ભૂખ લાગતી નથી.

કેન્સરનું જોખમ પણ કરે ઓછું: જે લોકો નિયમિતપણે પોપકોર્નનું સેવન કરે છે તેમને કેન્સરનું જોખમ ઓછું રહે છે. સાથે જ પોપકોર્નથી તમરું હ્ર્દય પણ મજબૂત બને છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ફોર કેન્સર રિસર્ચ અનુસાર પોલિફિનોલ એ એન્ઝાઇમ ને બ્લોક કરે છે જેનાથી કેન્સર થવાની સંભાવના રહે છે.

બ્લડ સુગર લેવલને રાખે કંટ્રોલમાં: પોપકોર્નનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછું હોય છે. ખરેખર, કોઈપણ આહારના ગ્લાયકેમિક ઇન્ડેક્સથી તે વાતની જાણ થાય છે કે તેના સેવન પછી કેટલું બ્લડ શુગર વધવાની સંભાવના છે. જે આહારનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે, તેના સેવનથી શુગર લેવલ પણ ઓછું જ રહે છે. તે જ સમયે, જ્યારે ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધારે હોય છે ત્યારે બ્લડ શુગર અચાનક વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *