આશા ભોસલેથી લઈને શિલ્પા શેટ્ટી સુધી મોંઘા બાર અને રેસ્ટોરંટના માલિક છે બોલિવુડના આ 8 સ્ટાર્સ, જાણો કોણ-કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એકથી એક ચઢિયાતા સ્ટાર્સ છે. જેમણે ફિલ્મોમાં પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી લાખો લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. બોલિવૂડ સ્ટાર્સ ફિલ્મોથી ઘણી કમાણી કરે છે, પરંતુ કેટલાક સ્ટાર્સ એવા પણ છે કે જેઓ એક્ટિંગની સાથે સાથે પોતાનો ધંધો પણ ચલાવી રહ્યા છે અને પોતાના ધંધામાંથી ખૂબ મોટી કમાણી પણ કરે છે. ઘણા સ્ટાર્સના પૈસા મોટાભાગે બાર અને રેસ્ટોરંટમાં લગાવેલા છે. બોલિવૂડના આ સ્ટાર્સ બિઝનેસમાં નોંધપાત્ર સફળતા મેળવી રહ્યા છે. આજે અમે તમને એવા સ્ટાર્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જેઓ પોતાનું રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે. તો ચાલો જાણીએ કે આ લિસ્ટમાં કોણ શામેલ છે.

શિલ્પા શેટ્ટી: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે તેમની સુંદરતા અને પોતાની સુંદર એક્ટિંગથી દેશની સાથે સાથે વિદેશમાં પણ લાખો દિલોને ધડકાવ્યા છે. તે અભિનેત્રીઓમાં એક નામ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું પણ આવે છે. શિલ્પા શેટ્ટીના ચાહકોની કોઈ કમી નથી. શિલ્પા શેટ્ટીએ હિન્દી ફિલ્મી દુનિયાની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ફિલ્મો ઉપરાંત રેસ્ટોરન્ટ, સ્પા અને બારનો ધંધો પણ કરે છે. જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ હાલમાં જ મુંબઇના વરલી વિસ્તારમાં બેસ્ટિયન ચેન નામનું એક નવું રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે. આટલું જ નહીં, પરંતુ શિલ્પા શેટ્ટી હૉસ્પિટૈલિટી ધંધામાંથી કરોડોની કમાણી કરે છે.

બોબી દેઓલ: બોલીવુડ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા બોબી દેઓલની હોટલ “સમપ્લેસ એલ્સ” મુંબઇના અંધેરીમાં આવેલી છે. આ જગ્યા ખૂબ જ સુંદર છે. તમે આ જગ્યા પર તમારા પરિવાર સાથે એક સારો સમય પસાર કરી શકો છો. તમને આ હોટલમાં સ્વાદિષ્ટ ઈંડિયન અને ચાઇનીઝ વાનગીઓ આપવામાં આવે છે, જે ખૂબ પ્રખ્યાત છે. આ હોટલને ખૂબ જ સુંદરતા સાથે બોબી દેઓલે બનાવી છે.

સુષ્મિતા સેન: સુષ્મિતા સેને તેની સુંદરતા અને એક્ટિંગથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારું નામ બનાવ્યું છે, પરંતુ તે ધંધાના ક્ષેત્રમાં પણ મોટી સફળતા મેળવી રહી છે. જણાવી દઈએ કે સુષ્મિતા સેનનું મુંબઈમાં બંગાળી માશી કિચન નામનું રેસ્ટોરન્ટ છે, જે બંગાળી વાનગીઓ માટે પ્રખ્યાત છે. આટલું જ નહીં પરતુ સુષ્મિતા સેનનો એક જ્વેલરીનો ધંધો છે જે તેની માતા સંભાળે છે. આ સિવાય તંત્ર એન્ટરટેઇનમેન્ટ નામથી સુષ્મિતાનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ છે.

જેક્લીન ફર્નાન્ડિઝ: બોલિવૂડ સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પોતાની ફિલ્મી કારકિર્દીમાં સારું નામ કમાવ્યું છે. તે શ્રીલંકાની મિસ યુનિવર્સ રહી ચૂકી છે. જણાવી દઈએ કે જેક્લીન ફર્નાન્ડિસે કોલંબો શ્રીલંકામાં કાએમાસૂત્ર નામનું પોતાનું રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે. શરૂઆતમાં સેલિબ્રિટી સેફ દર્શન મુનીરામ અહીં ના મુખ્ય શેફ હતા. જે પણ અભિનેત્રીના રેસ્ટોરન્ટમાં આવે છે તેને શ્રીલંકાની બધી પ્રખ્યાત વાનગીઓ મળે છે.

સુનીલ શેટ્ટી: સુનીલ શેટ્ટી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો એક પ્રખ્યાત કલાકાર છે. તેણે બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે પરંતુ તે બહારની દુનિયામાં પણ સારું નામ કમાઈ રહ્યા છે. જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીને લોકો અન્ના ના નામ થી પણ ઓળખે છે. સુનીલ શેટ્ટી મુંબઇમાં બનેલા “મિસચીફ રેસ્ટોરન્ટ” અને “બાર H20” ના માલિક છે. આટલું જ નહિં પરંતુ ભારતમાં પણ તેમના ઘણા જિમ ચાલી રહ્યા છે. આ સિવાય પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ નામનું તેમનું એક પ્રોડક્શન હાઉસ પણ છે.

આશા ભોંસલે: ફિલ્મી દુનિયાની પ્રખ્યાત પ્લેબેક સિંગર આશા ભોંસલેના અવાજના દરેક વ્યક્તિ દિવાના છે. તેણે પોતાની ફિલ્મી સફરમાં ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. જણાવી દઈએ કે આશા ભોંસલે રેસ્ટોરન્ટનો ધંધો પણ ચલાવે છે. ભારતમાં જ નહિં પરંતુ બીજા દેશમાં પણ આશા ભોસલેનું રેસ્ટોરંટ છે. દુબઈ, કુવેત, યૂકે અને બર્મિઘમમાં તેમણે પોતાનું રેસ્ટોરંટ શરૂ કર્યું છે અને સૌથી મોટી ખાસ વાત એ છે કે આ બધા રેસ્ટોરંટના નામ આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *