દિવસભરની ભાગદૌડ અને કામકાજ પછી રાત્રે દરેક વ્યક્તિ એક સારી અને મીઠી ઉંધ ઇચ્છે છે. આ ઉંઘ આપણને પલંગ ઉપર જ આવે છે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ વ્યક્તિ પલંગ પર સૂવે છે, ત્યારે તે માથા નીચે ઓશીકું જરૂર રાખે છે. ઘણા લોકો એવા છે કે જે ઓશિકા વગર સુઈ શકતા નથી. તો કોઈ મોટું ઓશીકું રાખીને સૂવાનું પસંદ કરે છે તો કોઈ પાતળું ઓશીકું રાખીને સૂવાનું પસંદ કરે છે. તો કેટલાક એવા પણ છે જેઓ માથાની નીચે ત્રણથી ચાર ઓશિકા રાખીને સૂવે છે.
જો તમે પણ ઓશીકું રાખીને સૂતા લોકોમાંના એક છો, તો ધ્યાન રાખો. તમારી આ આદત તમને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે ઓશીકું રાખીને સૂવાથી ઘણા ગેરફાયદા થાય છે. આ ઓશિકા તમારા શરીરમાં અનેક રોગોને આમંત્રણ આપે છે. તેથી તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
કરોડરજ્જુ વળી જવાનું જોખમ: ઓશીકાનો સતત ઉપયોગ કરવાથી, એક સમય પછી, તમારી કરોડરજ્જુના હાડકા ધીમે ધીમે વળવા લાગે છે. જો તમે તેનો ઉપયોગ કરવાનું બંધ કરો છો, તો તેનાથી માત્ર કરોડરજ્જુને થતા નુક્સાનથી બચી શકાતું નથી પરંતુ સાથે તમને કમર દર્દથી પણ આરામ મળશે.
ગળાની સમસ્યા: જે લોકો દરરોજ રાત્રે ઓશીકું લઈને સુતા હોય છે, તેઓને ગળામાં દુખાવો થાય છે. આ સમસ્યા ખૂબ સામાન્ય છે. તેનાથી બચવા માટે, રાત્રે ઓશીકું માથાની નીચે રાખવાનું બંધ કરો. આ કરવાથી, તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ સારી રીતે થશે.
વહેલા વૃદ્ધ થવું: તમને જાણીને આશ્ચર્ય થશે કે રાત્રે ઓશીકું રાખીને સૂવાથી વહેલા વૃદ્ધ દેખાવા લાગીએ છીએ. તેનું કારણ એ છે કે ઓશીકું રાખીને સૂવાથી ચહેરા પર ઝડપથી કરચલીઓ પડવા લાગે છે. તેથી જો તમે લાંબા સમય સુધી સુંદર રહેવા ઇચ્છો છો તો રાત્રે ઓશીકું રાખીને સૂવાનું બંધ કરી દો.
બાળકોની શ્વાસનળી દબાવવાનું અથવા વળવાનું જોખમ: ઘણા લોકો તેના બાળકોના માથાની નીચે પણ ઓશીકું રાખે છે. તમે આ ભૂલ ભૂલથી પણ ન કરો. તેનાથી બાળકોની શ્વાસનળી દબાઈ અથવા વળી શકે છે. તેથી, જો તમે આ જોખમ ન લો તો તે વધુ સારું છે.