ખૂબ જ સુંદર છે સોનુ સૂદની પત્ની, પતિના સંધર્ષના દિવસોમાં આવી રીતે કરતી હતી એડજસ્ટ, જુવો તસવીર

બોલિવુડ

કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન બોલીવુડના હીરો સોનુ સૂદ રિયલ લાઈફમાં પણ હીરો સાબિત થયા છે. તેમણે લોકડાઉનમાં ફસાયેલા લાખો પરપ્રાંતિય મજૂરોના તેમના ઘરે સલામત રીતે પહોચાડ્યા અને કરોડો લોકોના દિલ જીતી લીધા. 1999 માં તમિલ ફિલ્મ ‘કલ્લાજહગર’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સોનુ સૂદ આજે બોલિવૂડમાં એક મોટું નામ બનાવી ચુક્યા છે. તેમણે ‘એક વિવાહ… એસા ભી’, ‘જોધા અકબર’, ‘શૂટઆઉટ એટ વડાલા’, ‘દબંગ’ અને ‘સિમ્બા’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે અનેક તેલુગુ, કન્નડ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે.

પત્નીએ દરેક સુખ-દુઃખ માં આપ્યો સાથ: સોનુએ ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કર્યું છે, પરંતુ એક્ટિંગમાં રસ હોવાને કારણે તે અભિનેતા બન્યા. તેમની અભિનેતા બનવાની આ સફરમાં પત્ની સોનાલી સૂદે મોટો સાથ આપ્યો. જ્યારે 25 સપ્ટેમ્બર 1996 ના રોજ બંનેના લગ્ન થયા હતા ત્યારે સોનુ એક્ટિંગ અને મોડેલિંગ કરતા ન હતા. સોનુ કહે છે કે ત્યારે હું મુંબઈના એક ફ્લેટમાં રહેતો હતો. આ ફ્લેટમાં અન્ય ત્રણ લોકો પણ રહેતા હતા. પરંતુ સોનાલીએ ક્યારેય કોઈ ફરિયાદ કરી ન હતી. મારા સંઘર્ષના દિવસોમાં તે એક રૂમમાં મારી સાથે રહેતી હતી.

લાઈમલાઈટથી રહે છે દૂર: સોનુના કહેવા પ્રમાણે સોનાલી ઇચ્છતી નહોતી કે તે અભિનેતા બને, પરંતુ આજે તેને તેના પતિ પર ગર્વ છે. સોનાલી અન્ય સ્ટાર્સની પત્ની જેવી નથી. તે સરળ જીવન જીવે છે. તેને મીડિયાની લાઈમલાઈટથી દૂર રહેવું પસંદ છે. જો કે, તે સોનૂના દરેક સુખ અને દુ: ખમાં સાથ આપે છે. તેમને બે બાળકો પણ છે, જેનું નામ ઇશાંત સૂદ અને અયાન સૂદ છે. સોનુ એક પારિવારિક માણસ છે અને તે બાળકો સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે.

આ રીતે થઈ હતી મુલાકાત: સોનુ અને સોનાલીની મુલાકાત એન્જિનિયરિંગ કોલેજમાં થઈ હતી. સોનુ પંજાબના છે જ્યારે સોનાલી સાઉથ ઇંડિયન છે. છતાં પણ બંનેમાં ખૂબ પ્રેમ છે. સોનુ સોનાલી માટે લવ લેટર પણ લખતા હતા. તેણે એકવાર તેની લવ નોટ પણ શેર કરી હતી. તેમાં લખ્યું છે – ડીયર સોનાલી ઘણા વર્ષો આવશે, ઘણાં વર્ષો જશે, પરંતુ હું તને ક્યારેય ભૂલી શકીશ નહિં… કારણ કે આ દિલ છે કે માનતું જ નથી. તું મારી દુનિયા છે. સોનુ સૂદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *