વર્ષોથી એક જ ઘરમાં રહેવા માટે શા માટે મજબૂર છે સુપરસ્ટાર બિગ બી, સામે આવ્યું ચોંકાવનારું કારણ, જાણો અહીં

બોલિવુડ

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ઘણા દાયકાઓથી આપણું મનોરંજન કરી રહ્યા છે. તેમણે આ ઈંડસ્ટ્રીમાં લગભગ 52 વર્ષ પૂરા કર્યા છે. આ વિશેની માહિતી તેમણે પોતાના ટ્વિટ દ્વારા આપી હતી. તેણે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે આજના દિવસે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. 15 ફેબ્રુઆરી, 1969… 52 વર્ષ આભાર.

આ સાથે તેમણે એક પછી એક ટ્વીટ કરીને ઘણી વાતો લખી હતી. 1969 થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અમિતાભે ઈંડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે. તેણે ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી પોતાની એક્ટિંગ કારકીર્દિમાં પગ મૂક્યો હતો. અમિતાભ સાથે આટલી લાંબી કારકિર્દીમાં કોઈ પણ પ્રકારનો મોટો વિવાદ જોડાયેલો નથી. પરંતુ ઘણીવાર તેની સાથે અભિનેત્રી રેખાનું નામ જોડવામાં આવે છે.

જ્યારે અમિતાભે ફિલ્મો કરવાનું શરૂ કર્યું, ત્યારે તેની પહેલી ફિલ્મ ફ્લોપ રહી હતી. આજે ફિલ્મમાં માત્ર અમિતાભની હાજરીથી ફિલ્મ સુપરહિટ બની જાય છે. તેની પહેલી ફિલ્મ પછી તેમણે સતત 12 ફિલ્મો ફ્લોપ આપી હતી. આટલી ફિલ્મો ફ્લોપ થવાથી અમિતાભ તૂટી ગયા હતા. છતાં પણ તેમણે હાર માની નહિં અને પ્રયત્ન કરતા રહ્યા. આ પછી, અભિનેતા પ્રાણના કહેવા પર તેમની પાસે ફિલ્મ જંજીર આવી. આ ફિલ્મ એ તેમને એ જગ્યા પર પહોંચાડી દીધા કે ત્યાર પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

તમારામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે યુપીમાં જન્મેલા અમિતાભ મુંબઈમાં તેમના શરૂઆતના દિવસોમાં તે સમયના પ્રખ્યાત કોમેડી એક્ટર અને ફિલ્મમેકર મહમૂદના ઘરે રહેતા હતા. તે સમયે મુંબઈમાં તેની પાસે પોતાનું ઘર ન હતું. પરંતુ જો આપણે આજની વાત કરીએ તો અમિતાભ પાસે આજે 5 લક્ઝરી બંગલા છે. છતા પણ તે શરૂઆતથી જ પોતાના એક જ બંગલા જલસામાં પરિવાર સાથે રહે છે. તેમના બંગલાઓના નામ જલસા, પ્રતિક્ષા, જનક, વત્સ વગેરે છે.

અમિતાભ બચ્ચનનો જુહુ વિસ્તારમાં મોટો બંગલો છે. છતાં પણ અમિતાભ બચ્ચન તેના પરિવાર સાથે જલસામાં રહે છે. આ બે માળનો બંગલો લગભગ 10 હજાર ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યો છે. તેનો બીજો બંગલો ‘પ્રતિક્ષા’ છે. આ બંગલામાં તે જલસામાં શિફ્ટ થયા પહેલા રહેતા હતા. પ્રતીક્ષામાં ઘણા વર્ષો સુધી સુપરસ્ટાર તેના માતાપિતા સાથે રહ્યા. તેમના બંને બાળકો અભિષેક અને શ્વેતાનું બાળપણ પણ ત્યાં જ પસાર થયું છે.

તેના માતાપિતાનું નિધન થયા પછી પ્રતીક્ષા પરથી તેમનું મન ઉડી ગયું અને તે પોતાના પરિવાર સાથે જલસામાં શિફ્ટ થઈ ગયા. આ સિવાય જનકમાં અમિતાભ બચ્ચનની ઓફિસ છે. અહીં તે મીડિયા અને તેના મહેમાનોને મળે છે. અમિતાભ બચ્ચન 70 ના દાયકાના અંતમાં ‘પ્રતીક્ષા’ માં રહેવા માટે આવ્યા હતા. અહીં આવ્યા પછી જ તેમણે જલસા ખરીદ્યો હતો. આ સાથે સુપરસ્ટારનું એક અન્ય ઘર છે જેને સુપરસ્ટારે એક મલ્ટીનેશનલ બેંકને ભાડે આપ્યું છે.

આ બંગલાનો અમુક ભાગ અમિતાભ તેની ફેમિલી પાર્ટીઓ માટે ઉપયોગ કરે છે. આ સાથે, અમિતાભ તેમના જીવનમાં કમ્ફર્ટને પ્રાયોરિટી આપે છે. તેના આ બંગલાનું ફ્લોરિંગ ઇટાલિયન માર્બલથી કરવામાં આવ્યું છે. સાથે જ આ બંગલાના બાથરૂમ ફિટિંગ ફ્રાંસ અને જર્મનીથી મંગાવવામાં આવ્યા છે. આ બંગલો જોવામાં ખૂબ જ સુંદર છે. અમિતાભના જલસાનો અંદરનો લૂક મહેલ જેવો છે. આ બંગલાની ભવ્યતા કિંમતી ફર્નિચર અને મોંઘી સજાવટ જલસાને પેલેસ જેવો લૂક આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *