સલમાન ખાનની દરેક ગર્લફ્રેંડ વિશે જાણતા હતા તેના પિતા સલીમ ખાન, આપતા હતા આવી ટિપ્સ

બોલિવુડ

બોલિવૂડના ભાઈ અથવા ભાઈજાન સલમાન ખાનના જીવન વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. તેના જીવન સાથે જોડાયેલા કિસ્સા પણ તેટલા જ વધુ છે. ભાઈ એ પોતાની લાઈફના દરેક પગલા પર કંઈકને કંઈક નવું કર્યું છે. કેટલીકવાર તેમને તેના બદલે પ્રશંસા મળે છે, તો કેટલીક વખત તે કોઈને કોઈ મુદ્દામાં ફસાઈ જાય છે. આજે અમે તમને સલમાન ખાનના કિસ્સામાંથી એક કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સલમાન ખાન તેના પિતા લેખક સલીમ ખાનની ખૂબ નજીક છે. સલીમ ખાન તેના પિતા ઓછા અને મિત્ર વધુ છે.

સલીમ ખાન એક ઓપન માઈંડેડ પિતા છે. તેણે તેના બધા બાળકોને જીવવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આ જ કારણ છે કે સલમાન ખાને તેની જિંદગીમાં જેટલા પણ અફેયર કર્યા છે અથવા તેમની જેટલી પણ લવ સ્ટોરી રહી છે કંઈપણ તેમના પિતા સલીમ ખાનથી છુપાવ્યું નથી. સલીમ ખાન માત્ર સલમાન સાથે જ નહીં પરંતુ તેના બધા બાળકો સાથેતેના મિત્રો તરીકે રહે છે. આ સ્વતંત્રતાને કારણે, તેમના બધા બાળકોએ તેમની પસંદગી અનુસાર તેમના જીવનસાથીને પસંદ કર્યા છે.

અરબાઝ-સોહેલ હોય કે પછી પુત્રીઓ અલવીરા અને અર્પિતા દરેકે પોતાના જીવનસાથી જાતે જ પસંદ કર્યા છે. તો તેનો સૌથી મોટો પુત્ર દબંગ ખાન આજ સુધી કુંવારો છે. પરંતુ સલમાનનું ઘણી અભિનેત્રીઓ સાથે અફેર પણ રહ્યું છે. તેમાં સંગીતા બિજલાની સાથે એશ્વર્યા રાય સુધી ઘણી હિરોઇનો શામેલ છે. સલીમ ખાનને એકવાર સિનેબ્લિટ્ઝ મેગેઝિનમાં એક ઇન્ટરવ્યુમાં સલમાન ખાન અને એશ્વર્યા રાયના બ્રેકઅપ વિશે પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર પછી, સલીમ ખાને જવાબ આપ્યો હતો કે હવે તે બંનેને એકલા છોડી દેવા જોઈએ, કારણ કે તેઓ હવે મોટા થઈ ગયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો તેમના સંબંધોમાં કોઈ તાકાત હોત તો દુનિયામાં એવી કોઈ શક્તિ નથી કે જે તેમને અલગ કરી શકે.

આ દરમિયાન સલીમ ખાને સલમાન ખાનના વાયોલન્ટ બિહેવિયર પર પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે એશ્વર્યા કોઈ મજબૂરીમાં સલમાન સાથે નથી. જો બંને એક સાથે ફરી રહ્યા છે તો તેનો અર્થ એ છે કે બંને એકબીજાને પસંદ કરે છે. આપણે એક જ વ્યક્તિને દોષ શા માટે આપીએ છીએ? આ ઇન્ટરવ્યુમાં સલીમ ખાનને સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની અને સોમી અલી વિશે પણ સવાલ પુછવામાં આવ્યા હતા. આ પર પણ, તેમણે પોતાનો અભિપ્રાય આપ્યો. તેમણે કહ્યું હતું કે જો સંબંધ મજબૂત ન હોય તો બે લોકોનું અલગ થવાનું લખેલું હોય છે.

સલીમ ખાને કહ્યું હતું કે સલમાન અને સંગીતા બિજલાનીનો સંબંધ તૂટ્યો તેને ઘણો સંબંધ થઈ ગયો છે. બંને 7 વર્ષ સુધી સાથે રહ્યા. આ સંબંધમાં કોઈ તાકાત ન હતી. સોમી સાથે પણ તેમનો સંબંધ ખૂબ નબળો હતો. એકવાર સલમાને પણ પોતાના અને તેના પિતાના સંબંધો વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તેના પિતાએ તેમના જીવનના કોઈ પણ તબક્કે તેમને એકલો છોડ્યો નથી. સલમાને કહ્યું, મારા પિતા મારા મિત્ર જેવા છે. જણાવી દઈએ કે સલમાનના ઘણી અભિનેત્રીઓ સાથે સંબંધ રહ્યો છે, પરંતુ એશ્વર્યા સાથેનો સંબંધ આજ સુધી ચર્ચામાં રહ્યો છે.