કાનમાં દુખાવો થાય ત્યારે અજમાવો આ ઘરેલુ ઉપાય, ટૂંક સમયમાં જ મળી જશે રાહત

હેલ્થ

ઘણા લોકોને શિયાળામાં કાનમાં દુખાવાની સમસ્યા થાય છે. ઘણી વખત કાનનો દુખાવો માથા સુધી પણ પહોંચી જાય છે અને માથું દુખાવાથી ફાટવા લાગે છે. કાનમાં દુખાવો થવાનાં ઘણાં કારણો છે. ઉદાહરણ તરીકે, શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે કાનમાં દુખાવો થવાની ફરિયાદ રહે છે. જ્યારે કેટલાક લોકોને કાનમાં મેલ જામવાને કારણે દુખાવો થાય છે. કાનમાં દુખાવો થાય ત્યારે દવાનું સેવન કરવાની જગ્યાએ નીચે જણાવેલા ઉપાય કરો. નીચે જણાવેલા ઉપાય ખૂબ અસરકારક સાબિત થાય છે અને તેની મદદથી કાનમાં દુખાવાની સમસ્યા ટૂંક સમયમાં જ દૂર થઈ જાય છે. તો ચાલો જાણીએ કાનના દુખાવાને દૂર કરવાના ઘરેલુ ઉપાય વિશે.

લસણ અને સરસવનું તેલ: કાનમાં દુખાવો થાય ત્યારે એક ચમચી સરસવનું તેલ ગરમ કરો. તેલ ગરમ કરતી વખતે તેમાં લસણ પીસીને નાંખો. તેને સારી રીતે ગરમ કર્યા પછી, થોડુંક ઠંડુ કરો. ત્યાર પછી રૂની મદદથી તેલના થોડા ટીપા કાનમાં નાંખો. જોકે આ વાતનું ધ્યાન રાખો કે તેલ વધુ ગરમ ન હોવું જોઈએ. આ પ્રક્રિયા દિવસમાં ત્રણ વખત કરો. લસણ અને સરસવના આ ઉપાયથી કાનનો દુખાવો ટૂંક સમયમાં દૂર થઈ જશે.

કાન યોગ્ય રીતે સાફ કરો: ઘણીવાર કાનમાં બેક્ટેરિયા અને વાયરસના ચેપને કારણે દુખાવો થવા લાગે છે. આવી સ્થિતિમાં તમે કાનની સફાઈ યોગ્ય રીતે કરો. સાથે જ કાનની અંદર પાણી જવા ન દો. કાનની યોગ્ય સંભાળ રાખવાથી અને સમયાંતરે કાનને સાફ કરવાથી દુખાવો પોતાની રીતે દૂર થઈ જશે.

તુલસીનો રસ: તુલસીના પાનમાં ઘણા ઔષધીય ગુણ હોય છે. તુલસીના પાનનો રસ કાનમાં નાખવાથી કાનના દુખાવામાં રાહત મળે છે. તુલસીના પાનને સારી રીતે પીસી લો અને તેનો રસ કાઢો. આ રસ ગરમ કરો અને રૂની મદદથી તેને કાનમાં નાખો. તુલસીનો રસ કાનમાં નાખવાથી કાનમાં રહેલા બેક્ટેરિયા અને વાયરલ ચેપ દૂર થઈ જશે.

કાનને શેકો: કાનને શેકવાથી પણ દુખાવામાં રાહત મળે છે. કાનમાં દુખાવો થાય ત્યારે ગરમ કપડાથી કાનને શેકો. તેને કાનની નજીક રાખવાથી કાન સારી રીતે શેકાશે. જો શરદીને કારણે કાનમાં દુખાવો થાય છે, તો તે ગરમ કપડાની મદદથી દૂર થઈ જશે. આ પેડ તમને સરળતાથી મેડિકલ સ્ટોર પર મળી જશે.

ડુંગળીનો રસ: એક ડુંગળીને છોલીને તેને સારી રીતે પીસી લો. પછી તેનો રસ કાઢો. આ રસને ગેસ પર ગરમ કરો. જ્યારે તે થોડું ગરમ થઈ જાય ત્યારે તેના બે થી ત્રણ ટીપાં કાનમાં નાંખો. કાનમાં ડુંગળીનો રસ નાખવાથી કાનનો દુખાવો દૂર થાય છે.

લીમડાનો રસ: જો વાયરસના ચેપને કારણે કાનમાં દુખાવો થાય છે તો લીમડાનો રસ કાનમાં નાખો. કાનમાં લીમડાનો રસ નાખવાથી દુખાવો દૂર થશે. થોડા લીમડાના પાન પીસી લો અને તેનો રસ કાઢો. ત્યાર પછી આ રસને થોડો ગરમ ​​કરો અને રૂની મદદથી કાનમાં નાખો. દિવસમાં ત્રણ વખત આ રસને કાનની અંદર નાખવાથી તાત્કાલિક રાહત મળશે.

ઓલિવ ઓઈલ: ઓલિવ ઓઈલ થોડું ગરમ ​​કરો અને રૂની મદદથી આ તેલના 2-3 ટીપાંને તમારા કાનમાં નાખો. આ તેલની મદદથી કાનના દુખાવામાં રાહત મળશે અને કાનમાં જામેલો મેલ પણ સાફ થઈ જશે. આ સિવાય જો કેરીના પાનનો રસ પણ થોડો ગરમ કરીને કાનમાં નાખવામાં આવે તો પણ દુખાવાથી રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published.