લગ્ન પહેલા જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી બોલિવૂડની આ 8 અભિનેત્રીઓ, નિર્ધારિત સમય પહેલા આપ્યો હતો બાળકને જન્મ

બોલિવુડ

આ છે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓ જેમણે લગ્ન પછી તરત જ તેમની પ્રેગ્નેંસી વિશે માહિતી આપી હતી અથવા તેઓએ નિર્ધારિત સમય પહેલા જ તેમના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. તો ચાલો જાણીએ કે આ લિસ્ટમાં કોનો-કોનો સમાવેશ થાય છે.

મહિમા ચૌધરી: બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને મિસ ઈન્ડિયા રહી ચુકેલી અભિનેત્રી મહિમા ચૌધરીએ 2006 માં બોબી ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે લગ્ન પછી તરત જ તેની પ્રેગ્નેંસીની વાત સામે આવી હતી, અને આટલું જ નહિં લગ્નના થોડા સમય પછી જ તેમણે એક બાળકને જન્મ પણ આપ્યો હતો.

નેહા ધૂપિયા: બોલીવુડની એક અન્ડરરેટેડ અભિનેત્રી હોવા છતાં નેહા ધૂપિયા ઘણી પ્રખ્યાત છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે જ્યારે અંગદ બેદી સાથે તેણે લગ્ન કર્યાં હતાં, ત્યારે થોડા સમય પછી જ તેની પ્રેગ્નેંસીના સમાચાર આવ્યાં હતાં. તેના પતિ અંગદે એક પોડકાસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે નેહા લગ્ન પહેલા જ પ્રેગ્નેંટ હતી.

સારિકા: બીજી મહિલા સાથે લગ્ન કર્યા હોવા છતાં, કમલ હાસન લાંબા સમય સુધી સારિકા સાથે રિલેશનશિપમાં રહ્યા હતા. અને આ બધાની વચ્ચે લગભગ 1 વર્ષ પછી જ કમલે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા અને તે દિવસોમાં સારિકા પ્રેગ્નેંટ પણ હતી.

કોંકણા સેન શર્મા: અભિનેત્રી કોંકણા સેન શર્માએ વર્ષ 2010 માં તેના કો એક્ટર રણવીર શૌરીને તેના જીવનસાથી તરીકે પસંદ કર્યો હતો અને તેણે તેના લગ્ન એક પ્રાઈવેટ ફંક્શન તરીકે જ કર્યા હતા. અને ટૂંક સમયમાં જ તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો કારણ કે ઘણા લોકોને તેમના પર શક હતો કે તે લગ્ન પહેલા જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી.

સેલિના જેટલી: મિસ ઈન્ડિયા અને મિસ યુનિવર્સ જેવા ખિતાબ પોતાના નામે કરનારી અભિનેત્રી સેલિના જેટલીએ પણ તેના લગ્નના થોડા દિવસો પછી જ તેની પ્રેગ્નેંસીની ઘોષણા કરી હતી. જણાવી દઈએ કે અભિનેત્રી ઘણા લાંબા સમયથી પીટર હોગ નામના વ્યક્તિને ડેટ કરી રહી હતી અને અચાનક જ તેણે દુબઈમાં લગ્ન કર્યા હતા.

અમૃતા અરોરા: અમૃતા અરોરાની સ્ટોરી કંઈક વિચિત્ર હતી કારણ કે તેણે પોતે નહિં પરંતુ તેની બહેન મલાઈકા અરોરાએ ઘોષણા કરી હતી કે તેમની બહેનના લગ્ન થઈ ચુક્યા છે. પરંતુ નિર્ધારિત સમય પહેલા જ અમૃતાએ એક બાળકને જન્મ આપ્યો, જેનાથી એ સાબિત થયું કે તે લગ્ન પહેલા જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી.

શ્રીદેવી: દુનિયાને અલવિદા કહી ચુકેલી બોલિવૂડની સુંદર અભિનેત્રી શ્રીદેવી પણ આ લિસ્ટમાં સામેલ છે. જણાવી દઇએ કે બોની કપૂર સાથે બીજા લગ્ન કર્યા તે પહેલા જ તે પ્રેગ્નેંટ તહી ગઈ હતી. અને લગ્નના લગભગ 7 મહિના પછી તેણે પુત્રી જાન્હવીને જન્મ આપ્યો.

વીણા મલિક: હાલમાં દુબઈના એક વેપારી સાથે લગ્ન કરીને પોતાની પર્સનલ લાઈફમાં વ્યસ્ત થઈ ચુકેલી અભિનેત્રી વીણા મલિકનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. જણાવી દઇએ કે અભિનેત્રીએ અચાનક દુબઈ જઈને લગ્ન કર્યા હતાં અને લગ્નના થોડા સમય પછી તરત જ તેણે એક બાળકને જન્મ આપ્યો હતો, જેની માહિતી તેણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

Leave a Reply

Your email address will not be published.