નેહા મેહતા 43 ની ઉંમરમાં પણ છે કુંવારી, તારક મેહતા શો છોડ્યા પછી પોતાના માટે શોધી રહી છે આવો પતિ

મનોરંજન

ટીવીની દુનિયાનો સૌથી પ્રખ્યાત શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને દેશભરમાં દરેક વર્ગ દ્વારા પસંદ કરવામાં આવે છે અને પસંદ કરવામાં આવે છે. દેશનો આ એક એવો પહેલો શો છે જેને બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિ પણ પસંદ કરે છે. આ શોની સાથે તેમાં આવનારા કલાકારો પણ એટલા જ પ્રખ્યાત છે. દેશના દરેક વ્યક્તિ તેમાં આવતા દરેક પાત્રને સારી રીતે ઓળખે છે. આ શોમાં જોવા મળી રહેલી અભિનેત્રી નેહા મહેતા હવે 43 વર્ષની થઈ ગઈ છે. નેહાનો જન્મ 9 જૂન, 1978 ના રોજ ગુજરાતના પાટણમાં થયો હતો.

નેહાએ આજથી 20 વર્ષ પહેલા 2001 માં આવેલી ટીવી સીરિયલ ‘ડૉલર બહુ’ થી એક્ટિંગની દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સિરિયલમાં નેહાએ વૈશાલી નામનું પાત્ર નિભાવ્યું હતું. ત્યાર પછી તેને ભાભી અને રાત હોને કો હૈ જેવી સિરિયલો પણ મળી. આ બધા પછી તેના જીવનમાં આવ્યો વર્ષ 2008 માં ‘તારક મેહતા આ ઉલ્ટા ચશ્મા’. આ શોથી તેને દેશભરમાં ઓળખ મળી. જણાવી દઈએ કે નેહા આજે આ શોનો ભાગ નથી. ગયા વર્ષે કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉન પછી તે પરત ફરી નથી. તેની જગ્યાએ આ શોમાં સુનૈના ફોજદાર નવી અંજલિ ભાભી બનીને આવી છે.

નેહા મહેતા વિશે વાત કરીએ તો નેહા 43 વર્ષની ઉંમરમાં પણ કુવારી છે. નેહાએ પોતાનો આટલો પ્રખ્યાત શો છોડવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે પહેલાથી જ સેલિબ્રિટી છે, તેથી તે આ શોથી નહિં કોઈ અન્ય શોના કાઅરણે તે સેલિબ્રિટી બની છે. આટલું જ નહીં નેહાને સેટ પર એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો તમારે કામ કરવું હોય તો કરો નહિં તો શો છોડી દો. સાથે જ તેમને એ પણ કહેવામાં આવ્યું હતું કે, જો તે કામ નહિં કરે તો તેમની પાસે નેહાનું રિપ્લેસમેંટ છે. તેથી તેણે આ શો છોડી દીધો.

આ શો ઉપરાંત નેહાએ એમ પણ કહ્યું કે શોના સેટ પર જૂથવાદનું વાતાવરણ બની ગયું હતું. નેહાના કહેવા પ્રમાણે, જ્યારે વાત અહીં પહોંચી ત્યારે મને લાગ્યું કે હવે આ બંધ થવું જોઈએ. ઘણા લોકો મને સમજાવવા લાગ્યા પરંતુ દરેક કામ ટીમ વર્ક માં થાય છે. હું મારી સાથે મારું માન ઇચ્છું છું, જ્યારે તે ન મળે ત્યારે આવિ નિર્ણય લેવો પડે છે. આ સાથે અભિનેત્રીએ કહ્યું કે આ પહેલા પણ તે આ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે. હું તારક મેહતાને કારણે સેલિબ્રેટ બની નથી. હું પહેલેથી જ પ્રખ્યાત હતી તેથી મને આ શો મળ્યો.

તેમણે આગળ કહ્યું કે આ શો એવો હતો કે જેણે મને કામ આપ્યું, કમાવાની તક આપી. હું અસિત મોદીને મારા દિલથી માન આપું છું. સાથે જ આ શો સાથે જોડાયેલા લોકોને પણ માન આપું છે. ને હાએ પોતાના આ ઈન્ટરવ્યૂમાં એ પણ કહ્યું હતું કે ટીવીનો પ્રખ્યાત શો તાર્ક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યા પછી તેને બે અન્ય શોની ઓફર મળી હતી. પરંતુ તે બંને ઓફર તેમણે એટલા માટે નકારી કારણ કે તેમા જે પાત્ર તેમને આપવામાં આવી રહ્યા હતા તેનાથી તે ખુશ ન હતી.