પુત્ર કરતા વધુ સક્ષમ નીકળી પુત્રી, આ મોટી કંપની પાસેથી મેળવ્યું આટલા અધધ લાખનું પેકેજ

વિશેષ

આજના જમાનામાં પુત્રીઓ પણ પુત્રોથી ઓછી નથી. પુત્રીઓ પણ હવે દરેક ક્ષેત્રમાં તેમના માતાપિતાનું નામ રોશન કરી રહી છે. તે પણ અભ્યાસ કરીને મોટા-મોટા પેકેજ ઉઠાવી રહી છે. આ જ કારણ છે કે છોકરાઓની સાથે છોકરીઓએ પણ ભણવું જોઈએ. ઘણા કિસ્સાઓમાં તો તે પુત્રો કરતા વધુ સારા પરિણામો આપે છે. હવે પૂર્વાંચલની આ પુત્રીને જ લઈ લો. આ પુત્રીએ તેની કારકિર્દીમાં એક આવી સિદ્ધિ મેળવી છે કે જેને જોઈને તેના પિતાની છાતી ગર્વથી ભરાઈ ગઈ.

ખરેખર આપને જે છોકરીની પ્રસંશા કરી રહ્યા છીએ તેનું નામ પૂજા સિંહ. પૂજાના પિતા ડો.સુરેન્દ્રસિંહ એક ડૉક્ટર છે. તેને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તેણે પોતાની બધી પુત્રીઓના અભ્યાસમાં કોઈ કંજૂસાઈ નથી કરી. તેનું પરિણામ એ આવ્યું કે આજે તેની બધી પુત્રીઓ તેમના પગ પર ઉભી છે. તેમાં તેમની પુત્રી પૂજા સિંહે તો એક અલગ જ સ્થાન મેળવ્યું છે.

જોકે ડૉ. સુરેન્દ્રસિંહ મઉ જિલ્લાના મધુબન તહસીલના દુદારી ગામના રહેવાસી છે, પરંતુ તે દેવરિયાના ભુજૌલી કોલોનીના મહારાણા પ્રતાપ નગરમાં તેના નવા મકાનમાં રહે છે. તે 2020 માં તેઓ નિવૃત્ત થયા છે. તેમની નોકરી જિલ્લા હોમિયોપેથીક મેડિકલ ઓફિસર તરીકે હતી. તેમણે ક્યારેય તેમના પુત્રો અને પુત્રીઓ વચ્ચે ભેદ કર્યો નથી. આજે તેની બધી પુત્રીઓ પિતાનું નામ રોશન કરી રહી છે.

પૂજાસિંહની માતા વિશે વાત કરીએ તો તે ગૌરીબજાર બ્લોકની કરમેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. માતા-પિતાને તેમની ત્રણેય પુત્રીઓ પર ગર્વ છે. તેની બધી પુત્રીઓ ભણવામાં આગળ રહી છે. પૂજા સિંહની સિધ્ધિ વિશે જણાવતા પહેલા ચાલો ડૉ. સિંહની અન્ય પુત્રીઓની સ્થિતિ પર એક નજર કરીએ. મોટી પુત્રી ડૉ. જ્યોતિસિંહ આંખની નિષ્ણાત છે. તે પોતાના પતિ સાથે દિલ્હીમાં નોકરી કરે છે. ડો.સુરેન્દ્રસિંહની સૌથી નાની અને ત્રીજી પુત્રી વિજ્યા સિંહ સી.એ. છે. તે ગુડગાંવની એક કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર કામ કરે છે.

ડૉ.સુરેન્દ્રસિંહની બીજી પુત્રી પૂજા સિંહ દેવરિયાની જીવનમાર્ગ સોફિયા સેકેંડરી સ્કૂલથી હાઈસ્કૂલ પાસઆઉટ છે. ત્યાર પછી, તે લખનઉ ગઈ, તેણે રાણી લક્ષ્મીબાઈ ગર્લ્સ કોલેજથી ઇન્ટર કર્યું. ત્યાર પછી તે નોઇડા ગઈ, જ્યાં તેણે કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક કર્યું. પૂજા અહીં ન રોકાઈ, ત્યાર પછી તે અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીથી માસ્ટર ઓફ સાયન્સ કરવા પણ ગઈ.

પૂજા સિંહના અભ્યાસ અને મહેનતનું પરિણામ છે કે તેને એમેઝોને એક લાખ યુએસ ડૉલર એટલે કે આશરે 70 લાખ રૂપિયાનું પેકેજ આપ્યું છે. અહીં તે સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરી રહી છે. પુત્રીને આટલી મોટી કંપનીમાં આટલું મોટું પેકેજ મળવા પર ડો.સુરેન્દ્રસિંહ ની ખુશીનું કોઈ ઠેકાણું નથી. તેને તેની પુત્રી પર ખૂબ ગર્વ છે. તેમની પુત્રીએ આખા પૂર્વાંચલનું નામ રોશન કર્યું છે. સંબંધીઓ., મિત્રો બધાં પૂજાને તેની સફળતા બદલ અભિનંદન પાઠવી રહ્યાં છે.