આ 5 ક્રિકેટરે અમીર ઘરની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, પત્નીઓ છે ખૂબ જ સુંદર જુવો તેમની સુંદર તસવીરો

Uncategorized

આપણા દેશમાં બોલિવૂડ અને ક્રિકેટને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે. આ બંને ઈંડસ્ટ્રીના સ્ટાર્સમાં લોકપ્રિયતાને લઈને જબરદસ્ત સ્પર્ધા છે. જોકે ઘણા એવા ક્રિકેટર્સ છે જે લોકપ્રિયતાની બાબતમાં બોલિવૂડના ઘણા દિગ્ગજ સ્ટાર્સને પાછળ છોડી દેતા જોવા મળે છે. આવી સ્થિતિમાં ચાહકો પણ આ ક્રિકેટરો વિશે વધુને વધુ જાણવા માટે ઉત્સુક રહે છે. ચાહકો ઘણીવાર આ ક્રિકેટરોની પ્રોફેશનલ લાઈફની સાથે તેમની પર્સનલ લાઈફ વિશે પણ જાણવા ઇચ્છે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની પત્નીઓ ખૂબ જ સુંદર છે અને અમીર ઘરની છે. ચાલો જાણીએ કે આ લિસ્ટમાં કોણ કોણ શામેલ છે.

રોહિત શર્મા: ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રોહિત શર્માની સુંદર અને ઝડપી રમતથી દરેક વ્યક્તિ વાકેફ હશે. રોહિતની બેટિંગનો દમ આખી દુનિયા જોઈ ચુકી છે અને તે એકમાત્ર એવા બેટ્સમેન છે જેમણે વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે. રોહિતની બેટિંગ આખી દુનિયાને પસંદ છે, સાથે તે એક મહાન કેપ્ટન પણ છે. આ વાત તેણે સાબિત પણ કરી છે અને પોતાની પોતાની ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સને 4 વખત આઈપીએલનો ખિતાબ અપાવી ચુક્યા છે.

રોહિતની પ્રોફેશનલ લાઇફ તો હિટ છે જ અને તેની પર્સનલ લાઇફ પણ સુપરહિટ છે. તેણે વર્ષ 2015 માં રિતિકા સજદેહ સાથે સાત ફેરા લીધા હતા. રિતિકા વિશે વાત કરીએ તો તે સુંદર હોવાની સાથે એક અમીર ઘરમાંથી પણ આવે છે. તેના પિતા મુંબઈમાં એક મોટો બંગલો ધરાવે છે અને ઘણી સંપત્તિના માલિક છે. સાથે રિતિકાનો ભાઈ એક સેલિબ્રિટી મેનેજર છે, જેના ઈંડસ્ટ્રીમાં ઘણા સારા સંબંધ છે.

રવિન્દ્ર જાડેજા: માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં, પરંતુ વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા સોલંકી પણ લુકમાં ખૂબ જ સુંદર છે. સુંદરતાની વાત કરીએ તો રીવાબા બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને માત આપતા જોવા મળે છે, સાથે જે તે એક મિકેનિકલ એન્જિનિયર છે. જ્યારે તેમનો આખો પરિવાર રાજકારણમાં એક્ટિવ છે. રીવાબાના પરિવારની ગણતરી ગુજરાત રાજ્યના સૌથી અમીર પરિવારમાં થાય છે.

સચિન તેંડુલકર: ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે ક્રિકેટમાં જે રેકોર્ડ બનાવ્યો છે તેને તોડવો લગભગ અશક્ય છે. સચિનની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે અંજલિ સાથે લવ મેરેજ કર્યા છે. રસપ્રદ વાત એ છે કે સચિન અને અંજલિ વચ્ચે 6 વર્ષનું અંતર છે. અંજલિ એક ડોક્ટર છે, જ્યારે તેના પિતાનું બિઝનેસની દુનિયામાં એક મોટું નામ છે.

વીરેન્દ્ર સહેવાગ: ધાકડ ઓપનર વીરેન્દ્ર સેહવાગના નામથી દુનિયાના ઘણા દિગ્ગજ બોલર ખોફ ખાય છે. તે લગભગ 15 વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમના ભાગ રહ્યા છે. તેણે વર્ષ 2004 માં આરતી અહલાવત સાથે લવ મેરેજ કર્યા હતા. આરતી લુકમાં તો સુંદર છે જ સાથે તેના પિતા એક પ્રખ્યાત વકીલ અને ખૂબ જ અમીર છે.

હરભજનસિંહ: દુનિયાભરના દિગ્ગજ બેટ્સમેનને પોતાની સ્પિન બોલિંગથી ફસાવનારા હરભજનસિંહે ગીતા બસરા સાથે લગ્ન કર્યા છે. ગીતા બસરા વિશે વાત કરીએ તો તે લગ્ન પહેલા અભિનેત્રી હતી. જ્યારે તેના પિતા રાકેશ બસરા ઇંગ્લેન્ડના મોટા બિઝનેસમેન છે.

ગૌતમ ગંભીર: 2007 માં ટી 20 માં અને 2011 માં વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી વધુ રન બનાવનાર ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટના ખૂબ મહત્વના સભ્ય હતા. જોકે હવે ગૌતમે ક્રિકેટમાંથી રાજકારણમાં પગ મૂક્યો છે અને 2019 ની લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી જીતીને સાંસદ પણ બન્યા છે. ગૌતમ ગંભીરની પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો, તેમણે નતાશા જૈન સાથે લગ્ન કર્યા છે, જે રવિન્દ્ર જૈનની પુત્રી છે. રવિન્દ્ર જૈન એક કાપડનો વેપારી છે જેમનો આખા દેશમાં કપડાંનો ધંધો ફેલાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *