આ 7 મોટી ફિલ્મોએ દર્શકોને બનાવ્યા હતા બેવકૂફ, ‘શોલે’ માં જોવા મળ્યા હતા ઠાકુરના કપાયેલા હાથ તો બાહુબલીમાં…

બોલિવુડ

ફિલ્મ બનાવતી વખતે ફિલ્મ મેકર્સ ખૂબ જ મહેનત કરે છે અને દરેક સીન બારીકાઈથી જોવામાં આવે છે, પરંતુ છતા પણ કેટલીક વખત ફિલ્મ રિલીઝ થયા પછી પણ નાની નાની ભૂલો બહાર આવે છે. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં એવું બન્યું છે જ્યારે પડદા પર ચાહકોએ ફિલ્મોની મોટી ભૂલો પકડી લીધી છે. આજે અમે તમને આવી જ 7 ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ.

બાહુબલી: વર્ષ 2015 માં આવેલી પ્રભાસની આ ફિલ્મે કમાણીના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા, પરંતુ આ બ્લોકબસ્ટર ફિલ્મમાં પણ એક ભૂલ જોવા મળી હતી. એક સીનમાં જ્યાં પ્રભાસ અને અભિનેત્રી તમન્નાહ ભાટિયા વચ્ચે રોમાંસ થઈ રહ્યો છે, ત્યારે અચાનક તમન્ના ટ્યુબ બ્લાઉઝની ડિઝાઇન બદલાઈ ગઈ હતી.

ધૂમ 3: આમિર ખાન અને કેટરિના કૈફની આ ફિલ્મ વર્ષ 2013 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની એક મોટી ભૂલ કેટરિના કૈફ સાથે જોડાયેલી છે. ખરેખર, ‘કમલી’ ગીતમાં કેટરિના આમિરની સામે ડાન્સ કરી રહી હોય છે અને ગીતમાં તે કપડા ઉતારીને બદલતી હોય છે. એક સીનમાં કેટરિના જીન્સ સાથે માત્ર શુઝમાં જોવા મળે છે, પરંતુ જ્યારે તે જીન્સ ઉતારે છે ત્યારે તે બ્લેક લેગિન્સમાં જોવા મળે છે.

બેંગ બેંગ: વર્ષ 2014 માં આવેલી રિતિક અને કેટરીની આ ફિલ્મનું એક ગીત ‘તુ મેરી’ માં ભૂલ પકડાઈ ગઈ હતી. કેટરિના અને રિતિક આ ગીત પર ડાન્સ કરી રહ્યા હોય છે અને અચાનક રિતિકનું ફુલ સ્લીવ બ્લેઝર હાફ સ્લીવ થઈ જાય છે.

ક્રિષ 3: રિતિક રોશનની આ ફિલ્મમાં પણ બેંગ બેંગની જેવી જ ભૂલ થઈ હતી. જેમ તમે જોઈ શકો છો, ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીત પર ડાંસ કરતી વખતે રિતિક ફુલ સ્લીવ વ્હાઇટ શર્ટમાં જોવા મળે છે, જોકે પછીથી તેમનો શર્ટ ફુલ સ્લીવમાંથી હાફ સ્લીવ થઈ જાય છે. જણાવી દઈએ કે, વર્ષ 2013 માં આવેલી આ ફિલ્મમાં રિતિકની અપોઝિટ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

શોલે: હિન્દી સિનેમાની સૌથી સફળ ફિલ્મોમાંની એક બ્લોકબસ્ટર હિટ ફિલ્મ ‘શોલે’ મા6 તો એક ખૂબ જ મોટી ભૂલ થઈ હતી. આ તો દરેક જાણે છે કે ગબ્બરની ભૂમિકા નિભાવનાર અમજદ ખાન, ઠાકુરની ભૂમિકા નિભાવનારા સંજીવ કુમારના બંને હાથ કાપી નાખે છે, ત્યાર પછી ગબ્બર અને ઠાકુર વચ્ચે જ્યારે લડાઈ થાય છે, ત્યારે ઠાકુર પોતાના પગથી ગબ્બરનો સામનો કરે છે. પરંતુ આ દરમિયાન એક સીનમાં ઠાકુરના કુર્તામાંથી હાથ બહાર નિકળતા જોવા મળ્યા હતા. આ સુપરહિટ ફિલ્મમાં આ એક ખૂબ જ મોટી ભુલ હતી.

પ્યારકા પંચનામા: બોલીવુડના ઉભરતા અભિનેતા કાર્તિક આર્યનની વર્ષ 2011 માં ફિલ્મ પ્યાર કા પંચનામાના એક સીનમાં, ત્રણેય મિત્રો બાઇક પર ઢાબા પર જાય છે, જોકે જ્યારે તેઓ ઢાબાથી પાછા આવે ત્યારે તેઓ બાઇક પર નહીં પણ એક જીપમાં આવે છે.

ભાગ મિલ્ખા ભાગ: ફરહાન અખ્તર અને સોનમ કપૂરની આ ફિલ્મ 2013 માં રિલીઝ થઈ હતી. જણાવી દઈએ કે, આ ફિલ્મ ભારતના દિગ્ગજ દોડવીર મિલ્ખા સિંહના જીવન પર આધારિત હતી. આ ફિલ્મમાં 1940-50ની સ્ટોરી દર્શાવવામાં આવી છે, જોકે એક સીન આજના જમાનાની યાદ અપાવે છે. ખરેખર એક સીનમાં સોનમ પાછળ મોબાઈલ ટાવર જોવા મળે છે.

હે બેબી: અક્ષય કુમાર, વિદ્યા બાલન, ફરદિન ખાન અને રિતેશ દેશમુખ જેવા સ્ટાર્સથી સજ્જ આ ફિલ્મને ચાહકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મ કોમેડીથી ભરેલી હતી. એક સીનમાં, જ્યારે અક્ષય કુમાર બેબી માટે શોપિંગ કરે છે, ત્યારે તેની પાછળ એક મહિલાના ખોળામાં એક બાળક દેખાય છે અને તેના કપડાંનો રંગ સતત બદલાતો રહે છે.