અમરીશ પુરીથી લઈને રણજીત સુધી, આ છે આ 5 પ્રખ્યાત વિલનની પુત્રીઓ, કરે છે આ કામ, જુવો તસવીરો

બોલિવુડ

ફિલ્મોને હિટ બનાવવામાં હંમેશાથી અભિનેતાઓ અને અભિનેત્રીઓની સાથે વિલનનું પણ ખૂબ મોટું યોગદાન રહે છે. હીરો અને વિલન એક બીજા વગર અધૂરા છે. હિન્દી સિનેમામાં સમયાંતરે એકથી એક ચઢિયાતા વિલન આવ્યા છે. લોકોએ જ્યારે આ વિલનની એક્ટિંગ જોઈ ત્યારે તે તેના દિલમાં સમાઈ ગયા. પરંતુ આ પોસ્ટમાં અમે તમારી સાથે બોલિવૂડના વિલન નહિં પરંતુ તેમની પુત્રીઓ વિશે વાત કરશું. અહીં આજે અમે તમને બોલિવૂડના કેટલાક જાણીતા વિલનની પુત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

રણજીત – દિવ્યાંકા બેદી: રણજીતે તેની ફિલ્મી કારકિર્દીમાં સારું નામ કમાવ્યું છે. રણજીત આજે પણ બોલિવૂડમાં ખૂબ જ પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે રણજીત પોતાની આંખોથી જ બધું કહેતો હતો. તેણે ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકાઓ નિભાવી છે. જો આપણે તેની પુત્રી વિશે વાત કરીએ, તો તે તેના પિતાના રસ્તા પર ન ચાલી. જોકે રણજિતની પુત્રી દિવ્યાંકા બેદી તેની ખૂબ નજીક છે. મળતી માહિતી પ્રમાણે દિવ્યાંકા પ્રખ્યાત ફેશન ડિઝાઇનર છે.

ઓમ શિવપુરી – રીતુ શિવપુરી: ઓમ શિવપુરી બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે. તેમણે 70-80 ના દાયકાની ઘણી હિટ ફિલ્મોમાં વિલનનું પાત્ર નિભાવ્યું હતું. ઓમ શિવપુરીની પુત્રી રીતુ શિવપુરી પણ તેમના પિતાના રસ્તા પર ચાલી અને તેણે ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તે સફળ થઈ શકી નહીં.

શક્તિ કપૂર – શ્રદ્ધા કપૂર: શક્તિ કપૂરે વિલનની ભૂમિકા ઉપરાંત કોમેડી ભૂમિકા પણ નિભાવી છે. શક્તિ કપૂરની ફિલ્મી કારકિર્દી ખૂબ જ સુંદર રહી છે. શક્તિ કપૂરે 80 અને 90 ના દાયકામાં બોલિવૂડમાં ખૂબ નામ કમાવ્યું છે. ચાહકોને તેમનું શ્રેષ્ઠ કાર્ય ખૂબ પસંદ આવ્યું છે. જણાવી દઈએ કે અભિનેત્રી શ્રદ્ધા કપૂર શક્તિ કપૂરની પુત્રી છે. શ્રદ્ધાએ વર્ષ 2010 માં પોતાના પિતાના રસ્તા પર ચાલીને તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે તેની ગણતરી બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીમાં થાય છે. તેના ચાહકોની સંખ્યા પણ ઘણી વધારે છે.

અમરીશ પુરી – નમ્રતા પુરી: અમરીશ પુરીની ગણતરી બોલીવુડના સૌથી ચર્ચિત અને સફળ વિલન તરીકે ગણવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે હિન્દી સિનેમાએ 100 વર્ષથી વધુના ઇતિહાસમાં અમરીશ પુરી જેવો વિલન જોયો નથી. અમરીશ પુરીએ દરેકનું દિલ જીતી લીધું હતું. અમરીશ પુરી ઘણી વખત ફિલ્મોમાં હીરો પર પણ ભારે પડતા જોવા મળ્યા છે. અમરીશ પુરીની પુત્રી નમ્રતા પુરી ફેશન ડિઝાઇનર છે. તેમના પિતાની જેમ તેણે હિન્દી સિનેમામાં કામ ન કર્યું.

કુલભૂષણ ખરબંદા – શ્રુતિ ખારબંદા: કુલભૂષણ ખારબંદા બોલિવૂડના જાણીતા અભિનેતા છે. કુલભૂષણ ખારબંદાએ તમામ પ્રકારના પાત્રો નિભાવ્યા છે. હિન્દી ફિલ્મોમાં તે ઘણી વખત વિલન તરીકે પણ જોવા મળ્યો છે. આજે પણ તેને અમિતાભ બચ્ચન અને શશી કપૂરની હિટ ફિલ્મ શાનમાં નિભાવેલી શાકાલની ભૂમિકાને કારણે ખૂબ પસંદ કરવામાં આવે છે. કુલભૂષણ ખારબંદાની પુત્રીની વાત કરીએ તો તેનું નામ શ્રુતિ ખારબંદા છે. જણાવી દઈએ કે, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેનો બોલીવુડ સાથે કોઈ સંબંધ નથી.

અમજદ ખાન – અહલમ ખાન: અમજદ ખાનની ગણતરી બોલિવૂડના સૌથી સફળ વિલનમાં થાય છે. તેમને સૌથી વધુ ખ્યાતિ વર્ષ 1975 માં આવેલી બોલીવુડની સૌથી સફળ અને યાદગાર ફિલ્મ ‘શોલે’માં ગબ્બરની ભૂમિકાથી મળી છે. અમજદ ખાન આજે આપણી વચ્ચે નથી. તેમની પુત્રી વિશે વાત કરીએ તો તેનું નામ અહલમ ખાન છે. આહલમે તેના પિતાની જેમ બોલીવુડમાં લાંબી કારકિર્દી બનાવી નથી. પરંતુ તે કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે.જોકે અહલમ ખાનનો રસ થિએટર તરફ વધુ છે.

Leave a Reply

Your email address will not be published.