પહેલા 4 હજાર રૂપિયા માટે બેંકમાં મામૂલી કર્મચારી હતો તારક મેહતાનો આ કલાકાર, આજે તારક મેહતા સીરિયલમાં કામ કરવા માટે લે છે આટલી મોટી ફી

Uncategorized

ટીવીનો સૌથી પ્રખ્યાત શો અને દર્શકોના દિલમાં રાજ કરનારો શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનો ઓલ ટાઈમ ફેવરિટ શો રહ્યો છે. આ ટીવી શોનું મોટામાં મોટું અને નાનામાં નાનું પાત્ર આ શોના ચાહકોની વચ્ચે લોકપ્રિય અને ફેવરિટ રહ્યું છે. જો કે, જેઠાલાલ, ચંપક ચાચા, ભીડે, સોઢી, અને પત્રકાર પોપટ લાલ સિવાય આ શોના એક ખૂબ જ ખાસ પાત્ર છે નટ્ટૂ કાકા સાથે હંમેશા જોવા મળતું પાત્ર બાઘા બોય પણ છે. શોમાં બાઘાનું પાત્ર ટીવી એક્ટર તન્મય વેકરિયા નિભાવી રહ્યા છે.

ખરેખર પેટ આગળ કરીને ઉભા રહેવાની અનોખી સ્ટાઈલ દર્શકોને ખૂબ હસાવે છે. આ ટીવી શોમાં બાઘાની ભૂમિકા નિભાવવા માટે, તેમણે પોતાની બોડી લેંગ્વેજને પોતાની જાતથી ઘણી અલગ બનાવી છે, જેના કારણે તે દર્શકોની નજરમાં આવી ગયો છે.

જણાવી દઈએ કે તન્મય ટીવી પર કામ કરતા પહેલા એક નાની જોબ કરતો હતો. જેના માટે તેને ચાર હજાર રૂપિયા મળતા હતા. પરંતુ ટીવીની દુનિયામાં આવ્યા પછી, ખાસ કરીને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં એન્ટ્રી માર્યા પછી, તેનું નસીબ બદલાઈ ગયું છે અને હવે બાઘાની ભૂમિકા નિભાવનાર અભિનેતા ઘર-ઘરમાં ખૂબ જાણીતા છે.

જો કે, આ ટીવી શોમાં ભલે તેમણે કોઈ અન્ય ભૂમિકાથી એંટ્રી કરી હોય. પરંતુ પછી શો મેકર્સે તેમને ખૂબ જ ખાસ રોલ આપ્યો. શોમાં આવતા પહેલા તન્મયને કોઈ ઓળખતું ન હતું. તે બેંકમાં નોકરી કરતો હતો. બેંકમાં તે માર્કેટિંગ એક્ઝિક્યુટિવની પોસ્ટ પર કામ કરતો હતો, પગાર રૂપે તે મહિનાના 4 હજાર રૂપિયા કમાતો હતો. પરંતુ તન્મયનું મન અભિનેતા બનવામાં લાગ્યું હતું. અને નસીબ તેમને અહીં લઈને આવ્યું.

જણાવી દઈએ કે તન્મયના પિતા પણ એક અભિનેતા હતા. તેઓ ગુજરાતી સિનેમાના જાણીતા કલાકાર રહી ચુક્યા છે. આવી સ્થિતિમાં તે તેના પિતા જેવો બનવા ઇચ્છતો હતો. આ જ ચીજ હંમેશા તેને ટ્રિગર કરતી હતી કે તેને એક્ટિંગની દુનિયામાં ટ્રાય કરવી જોઈએ. આ પછી તેણે આવું જ કર્યું. આ પછી અસિત મોદીના શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો માટે તેમને સિલેક્ટ કરવામાં આવ્યા.

નોંધપાત્ર વાત એ છે કે અત્યારે બાઘા બોય તારક મેહતા શોમાં જેઠાલાલની ઇલેક્ટ્રોનિક્સ શોપ ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ માં કામ કરે છે. એટલે કે તન્મય શોમાં બાઘા બનીને દર્શકોનું મનોરંજન કરે છે. અને હવે તેઓ મહિના પ્રમાણે લાખોમાં પગાર લે છે. અહેવાલો અનુસાર, તન્મય તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં એક એપિસોડ માટે 22 હજાર રૂપિયા ફી તરીકે ચાર્જ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *