શેરડીમાંથી બે મીઠી ચીજો તૈયાર કરવામાં આવે છે. પહેલી ગોળ અને બીજી ખાંડ, પરંતુ ગોળ ખાંડ કરતા વધારે ફાયદાકારક હોવાનું કહેવાય છે. ગોળમાં કેલ્શિયમ, ફાઈબર, આયર્ન, વિટામિન્સ, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ જેવા ઘણા ગુણધર્મો હોય છે, જે શરીર માટે ખૂબ જરૂરી છે. નિષ્ણાતો જણાવે છે કે દરેક વ્યક્તિએ દરરોજ 5 ગ્રામ ગોળ ખાવો જોઈએ, તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સેલિબ્રિટી ન્યુટ્રિશિસ્ટ રૂજુતા દિવેકરે ગોળ ખાવાના 10 ફાયદાઓ જણાવ્યા છે. ચાલો જાણીએ તે ફાયદાઓ વિશે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો: ગોળ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, તેથી જો તમે દરરોજ 5 ગ્રામ ગોળનું સેવન કરો છો તો તેનાથી તમને ક્યારેય મોસમી રોગ થવાનું જોખમ નહીં રહે. જો ગોળ ચાવવામાં તકલીફ થતી હોય તો તમે ગોળ હળદરમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો શકો છો.
હાડકાં મજબૂત બનાવે: વૃદ્ધ લોકોને ઘણીવાર શિયાળામાં હાડકાં અને માંસપેશીઓમાં દર્દની સમસ્યા રહે છે. આવી સમસ્યાઓથી છૂટકારો મેળવવા તમે ગોળનું સેવન કરી શકો છો. તેનાથી શરીરમાં હૂંફ આવે છે અને હાડકાં મજબૂત બને છે. ગોળ અને વરિયાળી મિક્ષ કરીને ખાવાથી મોંની દુર્ગંધ થાય છે. આટલું જ નહિં પરંતુ પાચન તંત્ર પણ સારું બને છે. શિયાળાની ઋતુમાં લોકો ખૂબ જ ઝડપથી શરદી-ખાંસી અને તાવનો શિકાર બને છે. આવી સ્થિતિમાં ગોળ અને તલના લાડુનું સેવન કરવું જોઈએ. તેનાથી મોસમી બિમારીઓથી રક્ષણ મળે છે.
કબજિયાતથી રાહત: કબજિયાતથી પીડિત લોકોએ ગોળ સાથે દેશી ઘી મિક્સ કરીને તેનુ સેવન કરવું જોઈએ. 1 ચમચી દેશી ઘીમાં ગોળ મિક્સ કરીને તેનું સેવન કરવાથી ઘણો ફયદો થાય છે. તેનાની કબજિયાત દુર થવાની સાથે પાચન શક્તિ પણ મજબૂત બને છે. આ સિવાય ગોળ અને કાળા મીઠું ખાવાથી કબજિયાત, એસિડિટી વગેરે જેવી સમસ્યાઓ દૂર થાય છે.
વાળ માટે ફાયદાકારક: ગોળમાં કેલ્શિયમ, પ્રોટીન અને આર્યન જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે વાળ માટે ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં જો તમે રોજ ગોળનું સેવન કરો છો તો તમને લાંબા, જાડા અને ડેન્ડ્રફ ફ્રી વાળ મળશે.
વજન ઘટાડવા માટે: નિષ્ણાતો કહે છે કે ગોળમાં હાજર પોષક તત્વો શરીરમાં સંગ્રહિત ઝેરી પદાર્થનું ઉત્સર્જન કરે છે. તેનાથી પાચન શક્તિ મજબૂત બને છે, તમને પેટના રોગ નથી થતા. આ સાથે વજન પણ ઘટાડી શકાય છે. જે યુવતીઓને તેમના પીરિયડ્સ દરમિયાન અસહ્ય પીડા સહન કરવી પડે છે તેમને ગોળનું સેવન કરવું જોઈએ. શિયાળાની ઋતુમાં વધુ ભૂખ લાગે છે, તેથી આપણે વારંવાર ખાવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, તમે ગોળ અને મગફળીમાંથી બનાવેલી ચિક્કીનું સેવન કરી શકો છો. તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે, સાથે ભૂખ નિયંત્રિત કરવામાં પણ મદદગાર છે.
આ રીતે કરો અસલી ગોળની ઓળખ: ગોળનો સાચો રંગ ઘાટો લાલ અને ભુરો હોય છે, તેનાથી વિપરીત, જો સફેદ, આછો પીળો અને લાલ ચમકદાર રંગ દેખાય છે, તો તે બનાવટી કહેવાશે. આ સિવાય તમે પાણીમાં ઉકાળીને પણ અસલી ગોળની ઓળખ કરી શકો છો. જો ગોળ બનાવટી હશે તો પાણીમાં ભળશે નહિં, ત્યારે અસલી ગોળ પાણીમાં ભળી જશે.