શિયાળાની ઋતુમાં કરો તલનું સેવન, તેનાથી થતા ફાયદાઓ વિશે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

હેલ્થ

શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં શરીરને અંદરથી ગરમ રાખવું ખૂબ જ જરૂરી છે. ઠંડીની ઋતુમાં લોકો ઘણી ગરમ ચીજોનું સેવન કરે છે જેથી તેમના શરીરને ઠંડીથી રક્ષણ મળે અને તેમને શરદી ન થાય. શરીરને ગરમ રાખવામાં તલ ખૂબ અસરકારક છે અને તેનું સેવન કરવાથી શરીર ઠંડી દરમિયાન સરળતાથી બીમાર પડતું નથી. તલનું સેવન ઘણી રીતે કરી શકાય છે અને તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા મળે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે: કોલેસ્ટ્રોલને ઘટાડવામાં તલ ખૂબ મદદરૂપ માનવામાં આવે છે અને તલ ખાવાથી કોલેસ્ટ્રોલ સરળતાથી નિયંત્રિત રહે છે. ખરેખર તલની અંદર મોનો-સૈચુરેટેડ ફેટી એસિડ હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે. તેથી જે લોકોને વધારે કોલેસ્ટ્રોલ છે તે લોકોએ તલનું સેવન કરવું જોઈએ.

હૃદય રહે સ્વસ્થ: તલનું સેવન કરવાથી હૃદય અસંખ્ય રોગોથી સુરક્ષિત રહે છે અને તલમાં હાજર તત્વો હૃદય માટે ફાયદાકારક છે. એટલું જ નહીં, તલ ખાવાથી હૃદયની અનેક બિમારી દૂર પણ કરી શકાય છે. તેથી જો તમને હૃદય સાથે જોડાયેલી કોઈ બિમારી છે તો તમે તલ ખાઈ શકો છો. તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

હાડકાંનો વિકાસ સારી રીતે થાય: હાડકાંના વિકાસ માટે તમે તલનું સેવન કરો. તલ ખાવાથી હાડકાંનો વિકાસ યોગ્ય રીતે થાય છે અને તે નબળા પડતા નથી. આટલું જ નહીં, જે લોકો તલનું સેવન કરે છે, તેમના હાડકાં તૂટવાની સંભાવના પણ ઓછી રહે છે. તેથી મજબૂત હાડકાં મેળવવા માટે તલનું સેવન જરૂર કરવું જોઇએ.

ડિપ્રેશન ઘટાડે: તલની મદદથી તણાવ અને ડિપ્રેશન પણ ઓછું કરી શકાય છે. તણાવ અને ડિપ્રેશનના કિસ્સામાં જો તલનું દરરોજ સેવન કરવામાં આવે તો તે દૂર થઈ જાય છે. ખરેખર તલની અંદર એવા તત્વો અને વિટામિન્સ જોવા મળે છે, જે તણાવ અને ડિપ્રેશન સામે લડવાનું કામ કરે છે.

સ્નાયુઓ બને મજબૂત: તલ ખાવાથી સ્નાયુઓ મજબૂત બને છે. તલમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જિંકઅને સેલેનિયમ જેવા તત્વો હોય છે જે સ્નાયુઓ માટે સારા માનવામાં આવે છે.

સોજો ઓછો કરે: જો સોજો આવે છે તો તલના તેલથી માલિશ કરો. તલના તેલથી માલિશ કરવાથી સોજો ઓછો થાય છે. તલનું તેલ ગરમ કરીને સોજા વાળા ભાગ પર તેનાથી માલિશ કરો. સોજા ઉપરાંત આ તેલ દુખાવાને દૂર કરવાનું પણ કામ કરે છે.

ચેહરા પર આવે ચમક: ચેહરા પર ગ્લો લાવવા માટે, તલને બરાબર પીસીને તેના પાવડરને દૂધમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો. તલની આ પેસ્ટ ચેહરા પર લગાવવાથી ચેહરા પર ગ્લો આવશે અને ત્વચા ચમકતી દેખાશે.

આ રીતે કરો તલનું સેવન: તલનું સેવન તમે ઘણી રીતે કરી શકો છો. તમે તેને દૂધની અંદર મિક્સ કરીને તેનું સેવન શકો છો અથવા ગોળમાં મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો. આ સિવાય તમે તલના લાડુ બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.