ચંકી પાંડેનું ઘર છે ખૂબ જ લક્ઝુરિયસ અને સુંદર, પરિવાર સાથે રહે છે અહીં, જુવો તસવીરો

બોલિવુડ

ફિલ્મ ‘આગ હી આગ’, ‘ઘર કા ચિરાગ’ ‘પાપ કી દુનિયા’, ‘ખતરો કે ખિલાડી’, ‘ઝહરીલે’ અને ‘આંખે’ જેવી હિટ ફિલ્મો કરનારા ચંકીએ વર્ષ 1988 માં ‘તેઝાબ’ માં અનિલ કપૂરના મિત્રની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મ પછી તેને સાઈડ રોલ મળ્યા. ધીરે ધીરે ચંકી પાંડેને સારી ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું. ત્યાર પછી તેણે પોતાનું વલગણ બાંગ્લાદેશી સિનેમા તરફ વાળ્યું. હિન્દી સિનેમામાં ભલે ચંકી પાંડેનો સિક્કો ન ચાલ્યો પરંતુ તે બાંગ્લાદેશની સુપરસ્ટાર બની ગઅઅઈ છે.

ખરેખર તેણે બાંગ્લાદેશી સિનેમામાં ઘણી સફળ ફિલ્મો આપી. ત્યાર પછી તે વર્ષ 2003 માં હિન્દી સિનેમામાં પરત ફર્યા. તેણે કયામત, ઇલાન જેવી ફિલ્મો કરી. જે બોક્સ ઓફીસ પર સરેરાશ રહી હતી. આ પછી તે અભિનેતા સાજિદ નડિયાદવાલા ફિલ્મ હાઉસફુલમાં જોવા મળ્યા. ચંકી પાંડે પછી હવે તેની મોટી પુત્રી અનન્યા પાંડે પણ બોલિવૂડમાં છે. છેલ્લાં બે વર્ષમાં અનન્યાએ ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે.

જોકે પુત્રીની સફળતાથી અભિનેતા ખુશ છે, તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના પરિવારની તસવીરો પોસ્ટ કરતી રહે છે. ચાલો આજે તમને તેનો પરિવાર અને તેનું ઘર બતાવીએ. ચંકી પોતાના પરિવાર સાથે મુંબઇના પાલી હિલ વિસ્તારમાં રહે છે.

ખરેખર ચંકીનો બંગલો ઘણો ખુલ્લો છે. ઘરની ચારે બાજુ હરિયાળી છે. લિવિંગ રૂમે એક ગ્લાસ હાઉસ જેવો છે. ચારે બાજુ કાચ લગાવવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે ચંકીની પુત્રી અનન્યા પાંડે પણ ઘણી વખત તેના ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. લોકડાઉન દરમિયાને તેણે કૂકિંગ કર્યું હતું અને પોતાના કિચનની તસવીરો પોસ્ટ કરી હતી.

જોકે ચંકી પાંડેએ 90 ના દાયકામાં આ બંગલો ખરીદ્યો હતો. પાલી હિલ મુંબઇનો એક ખૂબ જ પોશ વિસ્તાર છે અને પાંડે પરિવારનું ઘર ખૂબ મોંઘુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ઘરની આગળ પાછળ ગાર્ડનિંગ કરવામાં આવ્યું છે, જ્યાં અનેક પ્રકારના છોડ લગાવવામાં આવ્યા છે. અનન્યા ઘણીવાર ઘરના બગીચામાં યોગ અથવા પેઇન્ટિંગ કરતી જોવા મળે છે. જણાવી દઈએ કે અભિનેત્રીને યોગ અને પેઇન્ટિંગ કરવું ખૂબ પસંદ છે. જ્યારે પણ અનન્યા તેના શૂટિંગમાંથી ફ્રી રહે છે, ત્યારે તે તેના ટેરેસ પર સમય પસાર કરે છે. આટલું જ નહીં, અભિનેત્રીના ઘરની બહારનું દ્રશ્ય પણ ખૂબ સુંદર લાગે છે. અનન્યાના ટેરેસ પરથી મુંબઈના બીચ જોવા મળે છે.

જો અનન્યા પાંડેના બેડરૂમની વાત કરવામાં આવે તો તે ખૂબ જ સુંદર છે. અહીં લાકડાના ફ્લોર બનાવવામાં આવ્યા છે અને દિવાલો સફેદ રંગથી રંગવામાં આવી છે. અભિનેત્રીએ પોતાનો રૂમ ખૂબ જ સરળતાથી સજાવ્યો છે.

ખરેખર ચંકી પાંડે હવે ફિલ્મોની સાથે મુંબઈમાં તેની પત્ની ભાવના સાથે એક ફૂડ રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે. અહેવાલો અનુસાર, ‘ધ એલ્બો રૂમ’ નામનું તેમનું આ રેસ્ટોરન્ટ ખાર (પશ્ચિમ) માં છે, આ ઉપરાંત તેની પાસે ‘બોલીવુડ ઇલેક્ટ્રિક’ નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે, જે ખાસ કરીને સ્ટેજ શો માટે પ્રખ્યાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *