ધંધામાં મળવા લાગશે ખૂબ પ્રગતિ અને મળશે પૈસા જ પૈસા, બસ કરી દો આ એક ખાસ અને સરળ ઉપાય

ધાર્મિક

વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે. જેને કરવાથી ધન લાભ મળવા લાગે છે અને ધંધામાં પણ પ્રગતિ થાય છે. જો તમારો ધંધો સારો ચાલી રહ્યો નથી અને તમને ધન લાભ મળી રહ્યો નથી. તો નીચે જણાવેલા ઉપાય કરો. આ ઉપાય કરવાથી ધંધો સારી રીતે ચાલવા લાગશે અને બધી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થશે.

રાખો મની પ્લાન્ટ: તમારા ધંધાની જગ્યાએ મની પ્લાન્ટ રાખો. મની પ્લાન્ટને શુભ માનવામાં આવે છે અને ધંધાના સ્થળે રાખવાથી ધન લાભ મળે છે. વાસ્તુ શાસ્ત્રમાં આ પ્લાન્ટનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે મની પ્લાન્ટ આજુબાજુમાં રહેવાથી ધન લાભ મળે છે. સાથે જ નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય છે. આ એક પૈસા વરસાવતો છોડ છે. જો ધંધામાં નુક્સાન થઈ રહ્યું છે તો ધંધા સ્થળ પર મની પ્લાંટ રાખવાનુ શરૂ કરી દો. તેને રાખવાથી માત્ર ધંધામાં પ્રગતિ જ નહિં આવે પરંતુ સાથે અટકેલા કામ પણ પૂર્ણ થશે.

વાસ્તુ શાસ્ત્ર અને ફેંગ શુઇ અનુસાર મની પ્લાન્ટ ઘર અથવા કાર્યસ્થળની નકારાત્મક ઉર્જાને બહાર પણ કાઢે છે. તેને રાખવાથી સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. જો તમે મની પ્લાંટનો છોડ પોતાની દુકાન અથવા કાર્યસ્થળમાં રાખવા ઈચ્છો છો તો આ વાતનું ધ્યાન રાખો કે તેની દિશા દક્ષિણ હોવી જોઈએ. સાથે જ તેને કાંચની બોટલમાં પાણી નાખીને લગાવવાની જગ્યાએ માટીમાં લગાવો. તે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તેની સાર સંભાળ પણ યોગ્ય રીતે કરો. જો કોઈ પાન સુકાઈ જાય છે, તો તેને તરત જ તોડી નાખો. દરરોજ તેને પાણી આપો. જો શક્ય હોય તો થોડા દિવસો સુધી દરરોજ સવારે પાણીની સાથે બે ચમચી દૂધ ઉમેરો. આ રીતે ધીમે-ધીમે તમારા ધંધામાં સુધારો આવવા લાગશે.

માતા લક્ષ્મીની મૂર્તિ: તમારા ધંધા પર મા લક્ષ્મીની મૂર્તિ જરૂર રાખો. તેમની મૂર્તિને તિજોરીની અંદર રાખો અને દરરોજ તેની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની મૂર્તિને તિજોરીમાં રાખવાથી પૈસાનું નુકસાન થતું નથી અને તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે.

બાંધો પીપળાનું પાન: તમારા ધંધાના સ્થળના મુખ્ય દરવાજા પર એક પીપળાનું પાન બાંધો. આ ઉપાય કરવાથી પણ ધંધામાં પ્રગતિ આવશે અને ધન લાભ થવા લાગશે. આ ઉપાય હેઠળ શુક્રવાર અથવા શનિવારે પીપળના ઝાડની પૂજા કરો. પૂજા કર્યા પછી એક પાન તમારી સાથે લઈ આવો. આ પાનને મોલીની મદદથી મુખ્ય દરવાજા પર બાંધી દો. ખરેખર પીપળના ઝાડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે અને જો આ પાન મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે તો પૈસાની અછત થતી નથી.

સ્વસ્તિક બનાવો: સ્વસ્તિક ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી તમારા મુખ્ય દરવાજા, તિજોરી અને ગલ્લા પર સ્વસ્તિક જરૂર બનાવો. સ્વસ્તિક તમે હળદર અથવા સિંદૂરની મદદથી બનાવી શકો છો.

અટકેલા પૈસા પરત મળશે: જો તમારા પૈસા ફસાયેલા છે અને પરત મળી રહ્યા નથી. તો આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ, તમે એક કોરો કાગળ લો અને તેના પર તે લોકોના નામ અને સરનાનું લખો જેની પાસે તમારા પૈસા અટકેલા છે. હવે આ કાગળને મની પ્લાન્ટની માટીમાં દબાવો. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ ઉપાય કરવાથી અટકેલા પૈસા પરત મળશે.

Leave a Reply

Your email address will not be published.