બોલીવુડના આ પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર્સની પત્નીઓનું આ છે પ્રોફેશન, કોઈ છે પત્રકાર તો કોઈ કરે છે હોસ્ટિંગ

બોલિવુડ

ઘણી વાર જોવા મળે છે કે સેલિબ્રિટીની સાથે તેમના નજીકના લોકો અને પરિવારના સભ્યો પણ ક્યાંકને ક્યાંક લાઈમલાઈટમાં જોવા મળે છે. અને જ્યારે વાત બોલીવુડની હોય છે ત્યારે તે વાત સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં આજની અમારી આ પોસ્ટ દ્વારા, અમે તમને બોલિવૂડના કેટલાક પ્રખ્યાત નિર્દેશકોની પત્નીઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે એક વર્કિંગ વુમન છે. સાથે જ અમે તમને જણાવીશું કે રિયલ લાઈફમાં તેમની પત્ની કઈ જોબ કરે છે. તો ચાલો જાણીએ તેના વિશે.

વિધુ વિનોદ ચોપડા: વિધુ વિનોદ ચોપડા આજે ફિલ્મ નિર્દેશનમાં એક પ્રખ્યાત નામ બની ચુક્યા છે અને આજે તે તેની કારકીર્દિમાં એટલા સફળ છે કે હવે તેની પાસે પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ છે. વાત કરીએ તેની પર્સનલ લાઈફની તો તેની પત્નીનું નામ અનુપમા છે. તેની પત્ની પણ એક વર્કિંગ વુમન છે, જે હાલમાં એક ક્રિટિક અને લેખક છે. લગ્ન પહેલા તેની પત્ની અનુપમા એક પત્રકાર પણ રહી ચુકી છે.

આશુતોષ ગોવારિકર: આશુતોષ ગોવારિકર પણ બોલીવુડની હસ્તીઓના લિસ્ટમાં શામેલ છે અને આજે તેમના નામે ઘણી સુપરહિટ ફિલ્મો છે. જો આપણે વાત કરીએ તેની પત્ની સુનીતાની તો પોતાના પતિની જેમ તે પણ એક પ્રખ્યાત પ્રોડ્યૂસર છે. સુનીતા બોલીવુડના પ્રખ્યાત અભિનેતા દેવ મુખર્જીની પુત્રી છે.

રોહિત શેટ્ટી: રોહિત શેટ્ટી આજે ઇન્ડસ્ટ્રીનું કેટલું મોટું નામ બની ગયા છે, તે કદાચ જણાવવાની જરૂર નથી. એક તરફ જ્યારે રોહિત એંટરટેનમેંટ ઈંડસ્ટ્રીમાં પોતાનું નામ મજબૂત બનાવી ચુક્યા છે, તો તેની પત્ની માયા નાણાકીય ક્ષેત્રમાં કાર્યરત છે. વ્યવસાયે તેમની પત્ની માયા બેન્કર છે અને તે તેના ક્ષેત્રમાં ખૂબ સફળ પણ છે. જોકે પતિ રોહિત સાથે માયા ખૂબ ઓછી જોવા મળે છે કારણ કે લાઈમલાઈટમાં રહેવું તેમને પસંદ નથી.

કબીર ખાન: બોલિવૂડ ડિરેક્ટરનું લિસ્ટ કબીર ખાનના નામ વિના અધૂરી માનવામાં આવે છે. તેણે તેની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જો વાત કરીએ તેની પર્સનલ લાઈફની, તો તેણે મિની માથુર સાથે લગ્ન કર્યા છે, જે વ્યવસાયે પ્રખ્યાત હોસ્ટ છે. હવે મિની એટલી વધુ ઓનસ્ક્રીન જોવા મળી નથી કારણ કે ધીમે-ધીમે તે લગ્નજીવનમાં વ્યસ્ત થઈ ચુકી છે.

અનુરાગ બસુ: અનેક મોટી અને સફળ ફિલ્મોના નિર્દેશન સાથે બોલિવૂડમાં પોતાની ઓળખ રાખનારા જાણીતા બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ બસુની પત્નીનું નામ તાની છે જે પ્રચાર અને વિજ્ઞાપનની ઈંડસ્ટ્રીમાં કાર્યરત છે. જોકે તેમણે એક્ટિંગ ઈંડસ્ટ્રીની તરફ ધ્યાન આપ્યું નથી પરંતુ ક્યાંકને ક્યાંક આ બંનેના રસ્તા એક જેવા જ છે.

રાજકુમાર હિરાણી: મુન્ના ભાઈ એમ.બી.બી.એસ., 3 ઇડિયટ્સ અને સંજુ જેવી સુપરહિટ અને સુંદર ફિલ્મોને નિર્દેશિત કરી ચુકેલા પ્રખ્યાત નિર્દેશક રાજકુમાર હિરાનીએ મનજીત લંબા સાથે લગ્ન કર્યા છે. હાલની વાત કરીએ તો તેની પત્ની એક હાઉસવાઈફ બની ચુકી છે. પરંતુ વાત કરીએ તેના ભૂતકાળની તો તે એક પાયલટ રહી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published.