એક ગીત માટે બોલિવૂડના આ 15 ફેમસ સિંગર્સ ચાર્જ કરે છે લાખો રૂપિયાની મોટી ફી, જાણો કોણ છે સૌથી મોંઘા સિંગર

બોલિવુડ

આપણા બોલિવૂડમાં ઘણી એવી ફિલ્મો બની છે કે જે માત્ર ગીતોને કારણે સુપરહિટ સાબિત થઈ છે અને આ કારણે બોલીવુડ ફિલ્મો ગીતો વગર અધુરી માનવામાં આવે છે. અને આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા જાણીતા સિંગર છે જેમણે પોતાના સુંદર ગીતથી ફિલ્મોમાં જીવ ભરવાની સાથે જ લોકોના દિલો પર રાજ પણ કર્યું છે અને આજની આ પોસ્ટ માં અમે તમને બોલીવુડ ના 15 ટોપ સિંગર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેઓ બોલીવૂડના સૌથી મોંઘા સિંગર માનવામાં આવે છે અને તેઓ એક ગીત માટે મોટી ફી લે છે તો ચાલો જાણીએ કે આ લિસ્ટમાં ક્યા ક્યા સિંગરના નામ શામેલ છે.

નીતિ મોહન: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત સિંગર નીતિ મોહનનું નામ આ લિસ્ટમાં શામેલ છે અને નીતિ મોહન બોલિવૂડની ટોપ અને મોંઘી સિંગર માંની એક માનવામાં આવે છે અને તે એક ગીત ગાવા માટે 4 થી 5 લાખ રૂપિયા ફી લે છે અને તેના ગીતો ના ચાહકો દીવાના પણ છે.

અંકિત તિવારી: બોલિવૂડના જાણીતા પ્લે બેક સિંગર અંકિત તિવારીનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને અંકિત એક ગીત ગાવા માટે લગભગ 5 થી 6 લાખ રૂપિયા ફી ચાર્જ કરે છે.

નેહા કક્કર: બોલિવૂડની જાણીતી પ્લે બેક સિંગર નેહા કક્કર આજના સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહીં પરંતુ આપણા દેશની લોકપ્રિય સિંગર બની ચુકી છે અને આજના સમયમાં નેહા એક ગીત માટે આશરે 8 થી 10 લાખ રૂપિયા ફી ચાર્જ કરે છે અને તેના મોટાભાગના ગીતો સુપરહિટ સાબિત થાય છે.

આતિફ અસલમ: આ લિસ્ટમાં બોલિવૂડ ગાયક આતિફ અસલમનું નામ પણ શામેલ છે. અને આતિફ અસલમ આજના સમયનો સૌથી પ્રખ્યાત સિંગર બની ચુક્યો છે અને તે એક ગીત માટે લગભગ 8 થી 9 લાખ ફી ચાર્જ કરે છે.

સુખવિંદર સિંહ: બોલિવૂડ સિંગર સુખવિંદર સિંહનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. અને સુખવિંદર સિંહ એક ગીત માટે લગભગ 9 થી 10 લાખ ફી ચાર્જ કરે છે.

સોનુ નિગમ: બોલિવૂડના જાણીતા સિંગર સોનુ નિગમની વાત કરીએ તો તેઓ એક ગીત માટે 9 થી 10 લાખ સુધીની ફી ચાર્જ કરે છે.

વિશાલ દદલાની: આ લિસ્ટમાં બોલિવૂડ સિંગર વિશાલ દદલાનીનું નામ પણ શામેલ છે અને વિશાલ એક ગીત માટે લગભગ 10 લાખ રૂપિયા ફી ચાર્જ કરે છે.

સુનિધિ ચૌહાણ: બોલીવુડની પ્રખ્યાત સિંગર સુનિધિ ચૌહાણનું નામ આ લિસ્ટમાં શામેલ છે અને સુનિધિ ચૌહાણ આજના સમયમાં એક ગીત માટે લગભગ 11 લાખ રૂપિયા ફી ચાર્જ કરે છે.

મીત બ્રધર્સ: મીત બ્રધર્સ નું બોલિવૂડની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમા એક મોટું નામ છે. અને તે એક ગીત માટે લગભગ 12 થી 13 લાખ રૂપિયા ફી ચાર્જ કરે છે.

અરિજિત સિંહ: બોલિવૂડના જાણીતા સિંગર અરિજિત સિંહ વિશે વાત કરીએ તો આજના સમયમાં તેઓ એક ગીત માટે લગભગ 13 લાખ રૂપિયા ફી ચાર્જ કરે છે અને તેના વિશે એવું કહેવામાં આવે છે કે ફિલ્મ ફ્લોપ થઈ શકે છે, પરંતુ અરિજિત સિંહનું ગીત ક્યારેય ફ્લોપ થતું નથી.

મીકા સિંહ: બોલિવૂડના પ્રખ્યાત સિંગર મીકા સિંહનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને મીકા આજના સમયમાં એક ગીત માટે લગભગ 13 લાખ રૂપિયા ફી ચાર્જ કરે છે.

હની સિંહ: બોલિવૂડના પ્રખ્યાત સિંગર હની સિંહ વિશે વાત કરીએ તો તેઓ એક ગીત માટે 15 લાખ રૂપિયા સુધીની મોટી ફી ચાર્જ કરે છે.

શ્રેયા ઘોષાલ: જો આપણે બોલિવૂડની પ્રખ્યાત સિંગર શ્રેયા ઘોષાલની વાત કરીએ તો તે આજના સમયમાં બોલિવૂડની સૌથી મોંઘી સિંગર બની ગઇ છે અને તે એક ગીત માટે 18 થી 20 લાખ ફી ચાર્જ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *