સ્પ્લિટ્સવિલા 7 ની આ સુંદર સ્પર્ધક સાથે ભારતના બોલર ઝસપ્રીત બુમરાહે લીધા સાત ફેરા, જુવો લગ્નની સુંદર તસવીરો

Uncategorized

ભારતની ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સાથે પાંચ મેચની ટી 20 સિરીઝ રમવા માટે વ્યસ્ત છે. આ મહત્વપૂર્ણ સીરીઝમાં ભારતના ઝડપી બોલર ઝસપ્રીત બુમરાહ જોવા મળી રહ્યા નથી. તેનું કારણ એ છે કે તેણે બીસીસીઆઈ પાસેથી પર્સનલ કારણોસર રજા લીધી હતી. હવે તેમનું પર્સનલ કારણ બધાની સામે આવી ચુક્યું છે. જસપ્રીત બુમરાહે તેની તમામ ફિમેલ ચાહકોનું દિલ તોડીને લગ્ન કર્યા છે.

જસપ્રીત બુમરાહના લગ્ન ટીવી એંકર સંજના ગણેશન સાથે થયા છે. જસપ્રીતે આ વાતની જાણકારી પોતાના સોશિયલ મીડિયા દ્વારા લગ્નની તસવીરો પોસ્ટ કરીને આપી છે. હવે તેની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. આ બંનેએ ગોવામાં લગ્ન કર્યા છે. જસપ્રીત અને સંજનાએ તેમના પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં ગુરુદ્વારામાં સાત ફેરા લીધા છે. આ નવી કપલને ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક વ્યક્તિ લગ્નની શુભેચ્છા આપી રહ્યા છે.

જસપ્રીત બુમરાહે આ રીતે આપી પોતાના લગ્નની માહિતી: આ વાયરલ થઈ રહેલી તસવીરમાં જસપ્રીત શેરવાની પહેરેલા જોવા મળી રહ્યા છે જ્યારે તેની દુલ્હન સંજના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ કપલે તેમના લગ્ન પછી તસવીરો શેર કરતા લખ્યું, “પ્રેમ, જો તે તમને યોગ્ય લાગે છે, તો તમારે તેના રસ્તા પર ચાલવું જોઈએ, પ્રેમથી પ્રેરિત થઈને, અમે એક નવી સફર શરૂ કરી છે. આજનો દિવસ અમારા જીવનના સૌથી સુખી દિવસોમાંનો એક દિવસ છે અને અમે અમારા લગ્નના સમાચાર અને અમારી ખુશી તમારી સાથે શેર કરતા ખૂબ ખુશી અનુભવી રહ્યા છીએ. જસપ્રિત અને સંજના” જસપ્રીત અને સંજનાની આ પોસ્ટ પછી તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

કોણ છે તેમની પત્ની સંજના: જસપ્રીતના સંજના સાથે લગ્નના સમાચાર ઘણા દિવસોથી મિડિયામાં આવી રહ્યા છે. દરેક વ્યક્તિ એ જ જાણવા ઈચ્છે છે કે સંજના કોણ છે? સંજના એક સ્પોર્ટ્સ એન્કર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સંજના આ પહેલાં ડેટિંગ રિયાલિટી શો ‘સ્પ્લિટ્સવિલા’ નો ભાગ રહી ચૂકી છે. તેણે આ શોની 7 મી સિઝનમાં ભાગ લીધો હતો, જેનું પ્રસારણ 2014 માં કરવામાં આવ્યું હતું. આ સિઝન સની લિયોન અને નિખિલ ચિન્નપા દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. હાથમાં થયેલી ઇજાને કારણે તેણે આ શો છોડી દીધો હતો.

સ્પ્લિટ્સવિલામાં સંજના અશ્વિની કૌલને ડેટ કરી રહી હતી. અશ્વિનીએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મને ખરેખર ખબર નથી કે આ શું થયું અને કેવી રીતે બન્યું. હું સંજનાને ડેટ કરી રહ્યો છું. પરંતુ આપણી મિત્રતા પ્રેમીઓ કરતા વધુ બે મિત્રો જેવી છે. સંજના ઘણીવાર કોલકાતા નાઈટ રાઇડર્સનો સ્પેશિયલ શો ‘નાઇટક્લબ’ હોસ્ટ કરતી જોવા મળે છે.

આ સિવાય સંજના ફેમિના મિસ ઈન્ડિયા પુણે કોમ્પિટિશનની કન્ટેસ્ટંટ પણ રહી ચૂકી છે, જેમાં તેણીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને ફાઈનલિસ્ટ પણ બની હતી. સંજના સ્ટાર સ્પોર્ટ્સ, બીસીસીઆઈ, આઈસીસી અને આઈપીએલની ઇવેન્ટ્સને પ્રેઝંટ કરતી જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published.