કંગના પહેલા, આ સ્ટાર્સ પર પણ આવી હતી આફત, બીએમસી એ થોડી ક્ષણોમાં જ તોડ્યો હતો આશરો

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ઓફિસને ગેરકાયદેસર બાંધકામ ગણાવતાં બીએમસીએ ગયા દીવસોમાં તેને તોડી નાખી હતી. ત્યાર પછીથી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે મૌખિક યુદ્ધ ચાલુ છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે મહારાષ્ટ્ર સરકાર સાથે પંગો લેવાને કારણે બોલિવૂડ સ્ટાર્સના આશરાને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. અહીં અમે તમને એવા સ્ટાર્સ વિશે જણાવી રહ્યા છીએ, જે પણ કંગના પહેલા બીએમસી ના ક્રોધનો ભોગ બન્યા છે.

કંગના રનૌત

બુધવારે બીએમસી ની ટીમ સંપૂર્ણ તૈયારી સાથે કંગના રનૌતની ઓફિસે પહોંચી હતી. અહીં તેણે ગેટ પર નોટિસ ચોંટાડી અને આ પછી તે કંગનાની ઓફિસ તોડવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયા પર કંગનાની તૂટેલી ઓફિસની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. બીએમસી એ કંગનાની ઓફિસને ખૂબ જ ખરાબ રીતે નાશ કરી દીધી છે.

મનીષ મલ્હોત્રા

બીએમસી દ્વારા કંગના રનૌતની ઓફિસ તો તોડી નાખવામાં આવી છે. હવે તેની બાજુમાં મનીષ મલ્હોત્રાના બંગલાને પણ બીએમસી નિશાન બનાવવા જઈ રહ્યું છે. થોડા સમય પહેલા જ બીએમસી તરફથી મનીષ મલ્હોત્રાને ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ મોકલવામાં આવી છે. જો કે, સોશિયલ મીડિયા પર કંગનાના ચાહકો કહી રહ્યા છે કે કંગના રનૌતની ઓફિસ તોડવાની બાબતમાં પોતાને નિર્દોષ સાબિત કરવા માટે બીએમસી આ પગલું લઈ રહ્યું છે.

અરશદ વારસી

બોલિવૂડ અભિનેતા અરશદ વારસી પણ બીએમસીના રોષનો ભોગ બન્યો છે. વર્ષ 2017 માં, બીએમસીએ અરશદ વારસીના બંગલાનું બાંધકામ ગેરકાયદેસર ગણાવ્યું હતું. અને તેને દૂર કરવા માટે બીએમસી એ ફક્ત 24 કલાકનો સમય આપ્યો હતો.

સોનુ સૂદ

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ લોકડાઉન દરમિયાન ગરીબો માટે તેમના મસીહા તરીકે સામે આવ્યા છે. જોકે, સોનુ સૂદ ને પણ બીએમસીના ગુસ્સાનો શિકાર બનવું પડ્યું છે. જ્યારે દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન લાગ્યું હતું ત્યારે સોનુ સૂદે તેની હોટલને કોરોના હોસ્પિટલમાં રૂપાંતરિત કરી હતી. આ પછી, બીએમસીએ તેમને એક નોટિસ મોકલી હતી. બીએમસીએ કહ્યું કે સોનુ સૂદે આ માટે તેમની પાસેથી પરવાનગી લીધી નથી.

આરજે મલિશ્કા

વર્ષ 2017 માં, મુંબઇના ખાડા પર આરજે મલિશ્કા નું એક ગીત બનાવવા પર બીએમસી એટલી ગુસ્સે થઈ હતી કે મલિશ્કાના ઘરે હુમલો કર્યો. વરસાદમાં મુંબઇના રસ્તાઓની કેટલી ખરાબ હાલત થાય છે, તે વિશે મલિશ્કા એ આ ગીત બનાવ્યું હતું. જોકે, બીએમસીને મલિશ્કાના મકાનમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ ન મળ્યું, તો પછી તેમણે આ દાવો કર્યો હતો કે તેમના ઘરમાં ડેન્ગ્યુનો લારવા મળ્યો છે.

શાહરૂખ ખાન

બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન પણ બીએમસીના રોષનો ભોગ બન્યો છે. વર્ષ 2015 માં, બીએમસીની પરવાનગી લીધા વિના તેની વેનિટી વેન રાખવા માટે શાહરૂખ ખાને સ્ટીલ રેમ્પનું નિર્માણ કર્યું હતું. આ પછી, બીએમસીએ શાહરૂખ ખાનને નોટિસ મોકલી હતી. ગેરકાયદેસર જણાવીને બીએમસી એ શાહરૂખ ખાનના ઘરમાં તોડફોડ પણ કરી હતી.વર્ષ 2017 માં બીએમસીએ શાહરૂખ ખાનની ઓફિસમાં પણ તોડફોડ કરી હતી. શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચીલીની ઓફિસમાં 2000 ચોરસ ફૂટમાં બનાવેલી કેન્ટીનને બીએમસી એ સંપૂર્ણ રીતે તોડી નાખી હતી.

શત્રુધન સિન્હા

તેમના જમાનાના પ્રખ્યાત અભિનેતા શત્રુધન સિન્હા, જે હવે રાજકારણી બની ગયા છે, તેમના ઘરને પણ બીએમસી દ્વારા વર્ષ 2017 માં તોડવામાં આવ્યું હતું. શત્રુધન સિન્હાના 8 માળના મકાનના કેટલાક ભાગોને બીએમસી દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઘોષિત કરીને તોડવામાં આવ્યા હતા.

પ્રિયંકા ચોપડા

 

બોલિવૂડમાં દેશી ગર્લ તરીકે જાણીતી પ્રિયંકા ચોપરાની ઓફિસ, મુંબઈના ઓશીવારા વિસ્તારમાં બનાવવામાં આવી હતી, જેને બીએમસીએ ગેરકાયદેસર બાંધકામોની નોટિસ મોકલી હતી. તે સમયે પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કમાં હતી. પ્રિયંકા તરફથી જવાબ ન મળવા પર, જ્યારે એક મહિનાનો સમય પૂરો થયો, ત્યારે બીએમસી એ તરત જ તેની ઓફિસમાં તોડફોડ કરી હતી.

કપિલ શર્મા

કપિલ શર્મા, જે ટીવીના જાણીતા હાસ્ય કલાકાર છે, વર્ષ 2016 માં તેમણે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે દર વર્ષે તેઓ બીએમસીને 15 લાખ રૂપિયાનો ટેક્સ આપે છે, છતા પણ તેમની ઓફિસ બનાવવા માટે તેમણે બીએમસીના અધિકારિઓને 5 લાખ રૂપિયા આપવા પડી રહ્યા છે. આ ટ્વીટમાં કપિલ શર્માએ મહારાષ્ટ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે. બીએમસી એ કપિલ શર્માને વિલંબ કર્યા વિના ગેરકાયદેસર બાંધકામની નોટિસ મોકલી હતી, ત્યાર પછી મોટો વિવાદ ઉભો થયો હતો.

ઇરફાન ખાન

કપિલ શર્મા પછી બીએમસીએ ઇરફાન ખાનના મકાનની દિવાલોને પણ ગેરકાયદેસર જણાવી હતી અને તેમને નોટિસ પણ મોકલી હતી અને તેના ફ્લેટમાં તોડફોડ કરી હતી. ઇરફાન ખાને કેન્સરને કારણે આ દુનિયાને અલવિદા કહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.