બબીતા ફોગાટ બની માતા, આ સુંદર મેસેજ સાથે શેર કરી પુત્રની પહેલી તસવીર, જુવો તસવીર

Uncategorized

બબીતા ​​ફોગાટ એક ભારતીય મહિલા કુશ્તી પહેલવાન છે. જણાવી દઈએ કે વર્ષ 2014 માં સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમનું આયોજન થયું હતું, જેમાં બબીતા ​​ફોગાટે 55 કિલો વજનના વર્ગમાં ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં કેનેડાની મહિલા બ્રિતાની લાબેરદુરેને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યું હતું. બબીતા ​​ફોગાટે પુત્રને જન્મ આપ્યો છે. આ વર્ષે તેના ઘરે ખુશીઓ આવી છે. કુસ્તીબાજોમાં દેશનું નામ રોશન કરનારી મહિલા બબીતા ​​ફોગાટ સોમવારે માતા બની હતી. બબીતા ​​ફોગાટે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને તેના ચાહકોને આપી છે.

બબીતા ​​ફોગાટના પુત્રના જન્મ પછી તેના પરિવારમાં ખુશીનું વાતાવરણ છે બબીતા ​​ફોગાટે સોશ્યલ મીડિયા પર પોતાના પુત્રની તસવીર શેર કરી છે. આ તસવીરમાં બબીતા ​​ફોગાટ સાથે તેનો પુત્ર અને તેના પતિ વિવેક સુહાગ પણ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરતી વખતે બબીતા ​​ફોગાટે એક સુંદર મેસેજ લખ્યો છે, તેણીએ લખ્યું છે કે આખરે તેનું પરિવાર પૂર્ણ કરવાનું સપનું સાકાર થયું છે. તેમણે લખ્યું છે કે “હંમેશાં તમારા સપના પર વિશ્વાસ કરવાનું શીખો. તે જરૂર પૂરા થાય છે. અમારા પૂરા થયા છે. મારા પુત્રને મળો. વાદળી કપડામાં મારું સપનું સાકાર થયું. ”

જણાવી દઈએ કે ડિસેમ્બર 2019 ના રોજ બબીતા ​​ફોગાટના લગ્ન ભારતીય કેસરી રહી ચુકેલા પહેલવાન વિવેક સુહાગ સાથે થયા હતા. બબીતા ​​ફોગાટ હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના બલાલી ગામની છે. દેશની યુવા મહિલા પહેલવાન માટે બબીતા ​​ફોગાટ એક મિશાલ છે. બબીતા ​​ફોગાટે વર્ષ 2014 કોમનવેલ્થ દરમિયાન ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યુ હતું.

જણાવી દઈએ કે બબીતા ​​ફોગાટ અને વિવેક સુહાગના લગ્ન ખૂબ જ સરળ રીતે થયા હતા. વિવેક તેના લગ્નમાં માત્ર 21 લોકો લઈને પહોંચ્યો હતો, એટલું જ નહીં પરંતુ બબીતા ​​ફોગાટના લગ્નમાં 1 રૂપિયો આપવામાં આવ્યો હતો. આ બંને લગ્નની સૌથી મોટી વિશેષતા એ છે કે લગ્નમાં દહેજ લેવામાં આવ્યું ન હતું, દહેજ વગર તેમના લગ્ન થયા હતા. તેમના લગ્નમાં કોઇપણ પ્રકારના બેન્ડ બાજા, ડીજે અથવા અન્ય કોઈપણ ચીજો ન હતી. 8 ફેરા સાથે બબીતા ફોગાટના લગ્ન થયા હતા.

જણાવી દઈએ કે બબિતા ફોગાટને લોકો ભારતીય કુસ્તીની દુનિયામાં એક નામથી જ ઓળખે છે. બબીતા ​​જ્યારે 6 વર્ષની હતી ત્યારે તે તેના ગામમાં ભાઈ-બહેનો સાથે કુસ્તી કરવાની પ્રેક્ટિસ કરતી હતી. ગામમાં તે છોકરા અને છોકરીઓ વચ્ચેના ભેદભાવ જોઈને ખૂબ દુખી થતી હતી. તેણે આ વિચારસરણીને બદલવાનો પ્રયાસ કર્યો જેમાં તેના પિતાએ પણ તેનો સાથ આપ્યો. બબીતાના પિતાનું માનવું હતું કે છોકરીઓ કોઈ પણ સંજોગોમાં છોકરાઓ કરતા ઓછી નથી. પિતાનો સાથ મળ્યા પછી બબીતા કુશ્તીના અભ્યાસમાં લાગી ગઈ. તેના પિતા જ તેના કોચ હતા. બબીતાના પિતા પણ તેના સમયના પ્રખ્યાત પહેલવાન રહી ચુક્યા છે. જણાવી દઈએ કે પહેલવાન બબીતા ફોગાટના જીવન પર આધારિત ફિલ્મ ‘દંગલ’ પણ બનાવવામાં આવી હતી, જેણે માત્ર દેશમાં જ નહિં પરંતુ વિદેશમાં પણ કમાણીનો રેકોર્ડ તોડ્યો હતો. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *