વર્ષો પછી છલકાયું અક્ષય કુમારનું દર્દ, જણાવ્યું બોલીવુડ પાર્ટીઓમાં જવાનું શા માટે પસંદ નથી, અહિં જાણો તેનું કારણ

બોલિવુડ

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર આજકાલ તેની નવી ફિલ્મ લક્ષ્મીને કારણે ખૂબ ચર્ચામાં છે. ઓટીટી પ્લેટફોર્મ પર 9 નવેમ્બરના રોજ રિલીઝ થયેલ ‘બોલીવુડના ખિલાડી’ ની આ ફિલ્મ દેશ-વિદેશમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. પોતાની મસ્તીભરી સ્ટાઈલથી ખાસ ઓળખ ધરાવતા અક્ષય કુમારે આ ફિલ્મમાં એક કિન્નરની ભૂમિકા નિભાવી છે. તે તેમાં સાડી પહેરેલા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ અક્ષય કુમાર તેની ફિલ્મ લક્ષ્મીના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચ્યા હતા. અહીં તેણે શોના કલાકારો સાથે ખૂબ મસ્તી કરી હતી. શો દરમિયાનના અક્ષય કુમારના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ સાથે જ આ શોનો તેનો એક જૂનો વીડિયો પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, જેમાં અક્ષય કુમાર જણાવી રહ્યા છે કે તે શા માટે બોલીવુડ પાર્ટીમાં જવાનું પસંદ કરતા નથી.

વાયરલ વીડિયોમાં અક્ષય કુમાર કપિલ શર્માના શોમાં જોવા મળી રહ્યા છે અને તેમને કપિલ સર એક સવાલ પૂછે છે. વિડિઓમાં તમે તે જોઈ અને સાંભળી શકો છો કે, “તમારા વિશે એક અફવા છે કે તમે પાર્ટીમાં એટલા માટે નથી જતા કારણ કે પછી તમારે પણ તેમને પાર્ટી આપવી પડશે. તે કોઈ અફવા છે કે સત્ય?” આ સાંભળીને, અક્ષય કુમાર હસીને તરત જ કહે છે કે ‘આ સત્ય છે’ આ સાંભળતા જ સેટ પર હાજર બધા લોકો હસવા લાગ્યા. આ દરમિયાન કપિલના શોમાં અભિનેત્રી કૃતી કુલ્હારી, તાપ્સી પન્નુ અને સોનાક્ષી સિન્હા પણ જોવા મળે છે. તેઓ પણ અક્ષયના જવાબ પર હસવાનું રોકી શકતા નથી. જણાવી દઈએ કે બોલીવુડમાં આજના સમયમાં અક્ષય કુમાર એક એવા અભિનેતા છે, જે એક વર્ષમાં સરળતાથી ત્રણથી ચાર ફિલ્મો કરી લે છે. અક્ષય કુમાર આ પહેલા ફિલ્મ ગુડ ન્યૂઝ માં જોવા મળ્યા હતા. તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુ કમાણી કરવામાં સફળ રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે દિલજીત દોસાંઝ, કિયારા અડવાણી અને કરીના કપૂર ખાન જેવા કલાકારોએ પણ કામ કર્યું હતું.

કરણના શો પર પણ કરયો હતો ખુલાસો: અક્ષય કુમાર આ પહેલા પણ ઘણી વાર લેટ નાઈટની પાર્ટીઓમાં ન જવા પાછળના કારણનો ખુલાસો કરી ચુક્યા છે. એકવાર અક્ષય કુમાર ફિલ્મ નિર્દેશક કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’ પર પહોંચ્યા હતા. આ શો પર આ વિશે ખુલાસો કરતા અક્ષય કુમારે કહ્યું હતું કે, “હું મારી ઉંઘને ખૂબ પ્રેમ કરું છું અને મને સવાર જોવી પસંદ છે. જે લોકો મને પાર્ટીમાં બોલાવે છે તેઓ જાણે છે કે હું જલ્દી ચાલ્યો જઈશ કારણ કે મારે સુવું હોય છે. અને જણાવી દવ કે મને નાઈટ શિફ્ટ બિલકુલ પસંદ નથી. ”

દિવાળી પર કર્યું આ નવી ફિલ્મનું એલાન: અક્ષય કુમારે દિવાળીના દિવસે તેમના ચાહકોને દિવાળીની શુભકામનાઓ આપતા એક મોટિ ગિફ્ટ આપી છે. અક્ષય કુમારે આ દિવસે તેમની નવી ફિલ્મ રામ સેતુનું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટર શેર કરતાં અક્ષય કુમારે કેપ્શન આપ્યું હતું કે, “આ દિવાળી, ભારત રાષ્ટ્રના આદર્શ અને સુપરસ્ટાર ભગવાન શ્રી રામની પુણ્ય સ્મૃતિઓને યુગો યુગો સુધી ભારતની ચેતનામાં સુરક્ષિત રાખવા માટે એક એવો સેતુ બનાવવામાં આવે જે આવનારી પેઢીઓને રામ સાથે જોડીને રાખે. આ પ્રયત્નોમાં અમારો પણ એક સંકલ્પ છે – રામ સેતુ. તમને બધાને દિવાળીની શુભકામનાઓ.”

તાજેતરમાં જ જ્યારે અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી રિલીઝ થઈ છે, ત્યારે તેની આગામી ફિલ્મોમાં રામ સેતુ સાથે બચ્ચન પાંડે, બેલ બોટમ, સૂર્યવંશી અને પૃથ્વીરાજ ચૌહાણ શામેલ છે. આમાંથી તેમની ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર માર્ચ મહિનામાં રીલિઝ થયું હતું, જ્યારે આ ફિલ્મ પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની હતી, જોકે કોરોના રોગચાળાને કારણે લોકડાઉન હોવાને કારણે તે શક્ય બની શક્યું નથી. એવી અપેક્ષા છે કે અક્ષયની આ ફિલ્મ 2021 ની શરૂઆતમાં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published.