ફીસની બાબતમાં બોલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે સાઉથની આ 5 અભિનેત્રીઓ, જાણો કોણ ચાર્જ કરે છે સૌથી વધુ ફી

Uncategorized

આજના સમયમાં બોલિવૂડ અભિનેત્રીઓ ફીની બાબતમાં બોલિવૂડ અભિનેતાઓને પણ ટક્કર આપતા જોવા મળે છે. સમયની સાથે બોલીવુડ અભિનેત્રીઓની ફીમાં પણ ઘણા ફેરફાર થયા છે. આજની અભિનેત્રીઓ પહેલાની અભિનેત્રીઓ કરતા વધારે ફી ચાર્જ કરે છે. સાથે જ આ બાબતમાં સાઉથની અભિનેત્રીઓ પણ ઓછી નથી. તેઓ પણ એક ફિલ્મ માટે કરોડો રૂપિયા વસૂલે છે. તો ચાલો આજે અમે તમને સાઉથની એવી 5 અભિનેત્રીઓ વિશે જણાવીએ જે સૌથી વધુ ફી ચાર્જ કરે છે.

કાજલ અગ્રવાલ: વર્ષ 2020 માં લગ્નના બંધનમાં બંધાયેલી સુંદર અને જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલ, દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મોંઘી અભિનેત્રીઓમાં શામેલ છે. તે બોલિવૂડની દુનિયામાં પણ પોતાનું નામ બનાવી ચુકી છે. હિન્દી સિનેમાના બે મોટા દિગ્ગઝ અક્ષય કુમાર અને અજય દેવગણ સાથે તેણે સ્ક્રીન શેર કરી છે. અજય સાથે સિંઘમમાં કામ કર્યું છે અને અક્ષય સાથે કાજલ અગ્રવાલે સ્પેશિયલ 26 માં કામ કર્યું છે. ફીની વાત કરવામાં આવે તો, તેઓ દરેક ફિલ્મ માટે આશરે 2 કરોડ રૂપિયા લે છે. પછી ભલે બોલિવૂડ હોય કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંને જગ્યાએથી તે સારી કમાણી કરે છે.

પ્રિયામણી: પ્રિયામણીની સુંદરતા જોઈને કોઈની પણ નજર તેમના પર ટકી રહી જશે. તે આ કારણે સાઉથ સિનેમાની એશ્વર્યા રાય પણ કહેવામાં આવે છે. તેણે બોલિવૂડમાં પણ કામ કર્યું છે. જ્યારે તમિલ, તેલુગુ અને કન્નડ સિનેમામાં પણ તે સતત પોતાના ઝલવા ફેલાવી રહી છે. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયામણી એક ફિલ્મ માટે આશરે 2.5 થી 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ બાબતમાં તે બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

તમન્ના ભાટિયા: તમન્ના ભાટિયા બોલિવૂડમાં પણ ખૂબ જાણીતી છે. દક્ષિણ ભારતીય ફિલ્મોની સાથે તમન્નાએ હિન્દી સિનેમાની પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. તે આજ સુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી ચુકી છે. તે પોતાની સુંદર એક્ટિંગની સાથે પોતાની ગજબની સુંદરતા માટે પણ જાણીતી છે. ‘બાહુબલી’ જેવી સુપરહિટ ફિલ્મથી તેને ઘણી સફળતા મળી હતી. તમન્ના ભાટિયાની ફી વિશે વાત કરીએ તો તે એક ફિલ્મ માટે 90 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધિની ફી ચાર્જ કરે છે.

કીર્તિ સુરેશ: કીર્તિ સુરેશ આજના સમયમાં દક્ષિણ ભારતીય ફિલ્મોનું જાણીતું નામ છે. તે અત્યાર સુધીમાં લાખો-કરોડો દિલોને પોતાની સુંદર એક્ટિંગથી અને સુંદરતાથી પોતાના દિવાના બનાવી ચુકી છે. ફિલ્મોથી ઘણી બધી હેડલાઇન્સ બનાવનારી કિર્તી સુરેશની ફી વિશે વાત કરીએ તો તે એક ફિલ્મ માટે લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જણાવી દઈએ કે, કીર્તિ સુરેશ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. સોશિયલ મીડિયા પર તેની જોરદાર ફેન ફોલોઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 81 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

અનુષ્કા શેટ્ટી: અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી પ્રખ્યાત છે. અત્યાર સુધીમાં અનુષ્કા શેટ્ટીએ ઘણી સુંદર ફિલ્મો આપી છે. સોશિયલ મીડિયા પર પણ અનુષ્કા શેટ્ટી ઘણી લોકપ્રિય છે. તેના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. તે દક્ષિણ ભારતીય ફિલ્મોની સૌથી મોંઘી અભિનેત્રી તરીકે પણ જાણીતી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે એક ફિલ્મ માટે 5 કરોડની મોટી રકમ ચાર્જ કરે છે. એવું કહેવામાં આવે છે કે ‘બાહુબલી’ ફિલ્મ સુધી તે એક ફિલ્મ માટે લગભગ અઢી કરોડ રૂપિયા ચાર્જ કરતી હતી, પરંતુ ‘બાહુબલી’ની અપાર સફળતા પછી અનુષ્કા શેટ્ટીએ તેની ફી બમણી કરી દીધી હતી. બાહુબલીની સાથે તેણે અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *