સુષ્મિતાથી લઈને અમીષા પટેલ સુધી આ 7 અભિનેત્રીઓ ડિરેક્ટરના પ્રેમમાં હતી પાગલ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રીઓ સાથે બોલીવુડ અભિનેતાઓના અફેયર તો ઘણી વખત સામે આવે છે, પરંતુ અભિનેત્રીઓના ડિરેક્ટર સાથેના અફેયર ચોંકાવી દે છે. પરંતુ બોલીવુડની ઘણી ટોપ અભિનેત્રીઓનો ડિરેક્ટર સાથે સંબંધ રહ્યો છે. આજે અમે તમને આવા જ કેટલાક પ્રખ્યાત અને વિશેષ સંબંધો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

રામ ગોપાલ વર્મા અને ઉર્મિલા માંતોડકર: ડિરેક્ટર રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘રંગીલા’થી ઉર્મિલા માતોંડકરને મોટી ઓળખ મળી હતી. વર્ષ 1995 માં આવેલી આ ફિલ્મ હિટ રહી હતી અને ત્યારથી ઉર્મિલા ‘રંગીલા ગર્લ’ તરીકે જાણીતી થઈ. એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ દરમિયાન રામ ગોપાલ ઉર્મિલાને પોતાનું દિલ આપી બેઠા હતા. જ્યારે રામગોપાલ પરિણીત હતા અને તેમની પત્નીને બંને અફેર વિશે પણ ખબર હતી. રામ ગોપાલની પત્નીએ ઉર્મિલાને જોરદાર થપ્પડ મારી હતી અને આ સાથે જ આ બંનેના સંબંધો પણ સમાપ્ત થઈ ગયા હતા.

વિક્રમ ભટ્ટ અને સુષ્મિતા સેન: બોલિવૂડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન વિક્રમ ભટ્ટને પોતાનું દિલ આપી બેઠી હતી. પરણિત વિક્રમે સુષ્મિતાને મેળવવાનું મન બનાવી લીધું હતું અને તેણે પત્નીને છૂટાછેડા પણ આપી દીધા હતા, જોકે પછી જ્યારે સુષ્મિતા સાથેના તેના સંબંધો તૂટી ગયા ત્યારે તેમને મોટો ઝટકો લાગ્યો હતો. આ કારણે તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

વિક્રમ ભટ્ટ અને અમીષા પટેલ: વિક્રમ ભટ્ટનું નામ હિન્દી સિનેમાની બીજી સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી અમિષા પટેલ સાથે પણ જોડાઈ ચુક્યું છે. એવું કહેવામાં આવે છે કે વિક્રમ સાથેના તેના સંબંધને કારણે અમીષાએ તેના માતાપિતા સાથે પણ સંબંધો બગાડ્યા હતા. તે પોતાનું ઘર છોડીને વિક્રમ સાથે રહેવા લાગી. બંનેએ એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કરી હતી અને પછી બંને અલગ થઈ ગયા હતા.

રોહિત શેટ્ટી અને પ્રાચી દેસાઈ: બોલિવૂડના એક્શન ડિરેક્ટર રોહિત શેટ્ટી પરણિત હોવા છતાં પણ અભિનેત્રી પ્રાચી દેસાઈ સાથે અફેર ચલાવ્યું હતું. પ્રાચીને કારણે રોહિતનું લગ્ન જીવન બરબાદ થવા પર આવી ગયું હતું. જો કે રોહિતે સમય રહેતા સમજદારી સાથે કામ કર્યું અને પ્રાચીથી તેણે અંતર બનાવી લીધું. રોહિત પરણિત હોવાને કારણે આ સંબંધને કોઈ મંઝિલ મળી શકી ન હતી.

અનુરાગ કશ્યપ અને હુમા કુરેશી: બોલીવુડના જાણીતા ડિરેક્ટર અને અભિનેત્રી હુમા કુરેશીની પણ એકબીજાના પ્રેમમાં કેદ થઈ ચુક્યા છે. જણાવી દઈએ કે હુમાએ હિન્દી સિનેમામાં પ્રવેશ અનુરાગની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસીપુર’ થી કર્યો હતો. બંને કલાકારો ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. પરંતુ ટૂંક સમયમાં જ બંને અલગ થઈ ગયા હતા. હુમાએ ક્યારેય અનુરાગ સાથેના તેના સંબંધો વિશે કંઈ કહ્યું નથી.

દેવાનંદ અને ઝીનત અમાન: દેવાનંદ અને ઝીનત અમાન બંને તેમના સમયના મહાન કલાકારો રહ્યા છે. ઝીનત અમાને તેની એક્ટિંગની સાથે તેની સુંદરતાથી પણ લોકોને દિવાના બનાવ્યા છે. તો દેવાનંદ પર પણ છોકરીઓ જાન છિડકતી હતી. તે અભિનેતાની સાથે ડિરેક્ટર પણ હતા. દેવાનંદે ઝીનતને બોલિવૂડમાં તક આપી. દેવાનંદ ઝીનત ઉપર દિલ હારી બેઠા હતા, જોકે તે દરમિયાન રાજ કપૂર સાથે ઝીનતની નિકટતા પણ વધી ગઈ હતી. આવી સ્થિતિમાં દેવાનંદે ઝીનતથી અંતર બનાવ્યું હતું.