લગ્ન પછી, મહિલાઓએ ભૂલથી પણ કોઈની સાથે શેર ન કરવી જોઈએ આ 7 વસ્તુઓ, નહીં તો થાય છે અનર્થ

Uncategorized
 • પરણિત મહિલાઓ ઘણી વાર તેમના પાડોશની મહિલાઓ સાથે વસ્તુઓ શેર કરે છે. જયારે કોઈ પાડોશી અથવા સંબંધીએ કહ્યું કે તમારા માથાની બિંદી ખૂબ સરસ લાગે છે અથવા તમારા હાથની બંગડીઓ સારી લાગે છે, તો આ સાંભળ્યા પછી, તે તરત જ તેને ઉતારીને આપી દે છે. આમ કરીને, તેઓ તેમના વ્યવહાર બનાવવામાં સફળ થાય છે, પરંતુ પરણિત મહિલાઓએ તેમની કેટલીક વસ્તુઓ અન્ય લોકો સાથે શેર ન કરવી જોઈએ. આમ કરવાથી માત્ર તમારા વૈવાહિક સંબંધ જ નબળા પડતા નથી, પરંતુ સૌભાગ્ય ને પણ ખરાબ નજર લાગે છે.જો કે, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પરિણીત મહિલાએ તેના સંબંધીઓ અને મિત્રો સાથે શું શેર ન કરવું જોઈએ.
 • માંગનું સિંદૂર

 • સિંદૂર એ પરણિત મહિલાની સૌથી મોટી નિશાની છે, તેથી તમારું સિંદૂર ક્યારેય બીજા કોઈને આપવું જોઈએ નહિં. જો કે, તમે નવા સિંદૂરની ડબ્બી આપી શકો છો.
 • લગ્નની સાડી

 • પરિણીત મહિલાઓએ તેમના લગ્નની સાડી, ચુંદડી અથવા પીળી સાડી, જે પણ કપડા તેમના લગ્નના દિવસે પહેર્યા હોય તે કોઈ બીજા સાથે શેર કરવા જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સૌભાગ્ય પર ખરાબ અસર પડે છે.
 • આંખનું કાજલ

 • કાજલ માત્ર આંખોની સુંદરતા જ વધારતું નથી, પરંતુ અન્યની દુષ્ટ નજરથી પણ તમારું રક્ષણ કરે છે. એવું માનવામાં આવે છે કે પરિણીત મહિલાઓએ ક્યારેય કાજલ બીજા સાથે શેર કરવું જોઇએ નહિં. આમ કરવાથી પતિનો પ્રેમ ઘટવા લાગે છે અને ઝઘડા પણ થાય છે.
 • માથાની બિંદી

 • સિંદૂરની સાથે સાથે, બિંદી પણ પરણિત મહિલાની શ્રેષ્ઠ નિશાની માનવામાં આવે છે, તેથી કોઈને તમારી બિંદી પણ આપવી જોઈએ નહી. એવું માનવામાં આવે છે કે માથાની બિંદી કાઢીને કોઈ બીજાના માથા પર લગાવવાથી પતિનો પ્રેમ વહેંચાય જાય છે. જો તમે કોઈને બિંદી આપવા માંગતા હો, તો નવું પેકેટ આપો.
 • હાથની મહેંદી

 • એવું માનવામાં આવે છે કે મહિલાના હાથમાં મહેંદી જેટલી ઘાટી હોય છે, તે મહિલાને પતિનો પ્રેમ એટલો જ વધુ મળે છે. તેથી જો તમે તમારી મહેંદી કોઈની સાથે શેર કરો છો, તો પછી પતિનો પ્રેમ પણ વહેંચાય છે. આવી સ્થિતિમાં, પોતાના હાથ પર મહેંદી લગાવ્યા પછી વધેલી મહેંદી કોઈ બીજી પરણિત મહિલાને ન આપવી જોઈએ.
 • બંગડીઓ અને પગની પાયલ

 • એવું કહેવામાં આવે છે કે બંગડીઓ અને પગની પાયલની ખનક પરણિત મહિલાના જીવનમાં ખુશી લાવે છે. ઘણી વાર એવું જોવા મળે છે કે પરણિત મહિલાઓ પોતાના કપડાં સાથે મેચિંગ કરવાના ચક્કરમાં બીજાની બંગડીઓ અને પાયલ લે છે, જ્યારે આ કરવું અશુભ છે. આવી સ્થિતિમાં, ક્યારેય તમારી બંગડીઓ અને પગની પાયલ અન્ય લોકો સાથે શેર ન કરો.
 • માંગ નો ટીકો

 • એક પરણિત મહિલા માટે માંગનો ટીકો સેર કરવો અપશકુન માનવામાં આવે છે, આમ કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં અણબનાવ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.