અચાનક એકબીજાને મળ્યા ન હતા સાક્ષી-ધોની, વર્ષો પહેલા થઈ હતી મુલાકાત અને પછી એક દિવસ…

મનોરંજન
  • મહેન્દ્રસિંહ ધોની જ્યારથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા ત્યારથી જ દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. ધોનીએ પોતાના જીવનના 16 વર્ષ ભારતીય ક્રિકેટ ટીમને આપ્યા છે અને હવે તેણે ક્રિકેટની દુનિયાને અલવિદા કહી દીધું છે. જોકે તે આઈપીએલમાં મેચ રમતા જોવા મળશે. ધોનીની ક્રિકેટ ઉપરાંત તેની પર્સનલ લાઇફ પણ ઘણીવાર ચર્ચામાં રહે છે.ધોનીના સંઘર્ષ અને સફળતાની સ્ટોરી એટલી ખાસ છે કે તેમના જીવન પર એક ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મ ‘એમ.એસ. ધોની’માં માહીના જીવનની કેટલીક વિશેષ સ્ટોરીઓ બતાવવાની કોશિશ કરવામાં હતી, જોકે તેમાં તેની રિયલ લવ સ્ટોરી બતાવવામાં આવી ન હતી.

  • એક જ શાળામાં અભ્યાસ કરતા સાક્ષી-ધોની
  • ખરેખર, સાક્ષીને લગ્ન પહેલા ક્રિકેટમાં બહુ ઓછો રસ હતો, પરંતુ ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓ માંથી એક ધોની તેમના જીવનમાં આવ્યો. ધોનીનો જન્મ ઝારખંડના રાંચીમાં થયો હતો અને તેનો પરિવાર અલ્મોરા જિલ્લાનો છે. તે જ સમયે, સાક્ષીસિંહ રાવતના પારિવારનો સંબંધ દહેરાદૂન સાથે સંકળાયેલ છે.ધોનીના પિતા પાનસિંહ ભારત સરકારના સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં નોકરીને કારણે  રાંચી સ્થાયી થયા હતા.

  • સાક્ષીના પિતા પણ ફેક્ટરીમાં કામ કરતા હતા. તેઓ એકબીજાને જાણતા પણ હતા. જોકે, સાક્ષીના પિતા પછી કેનાઇ ગ્રુપની બિનાગુરી ટી કંપનીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા હતા.તે જ સમયે સાક્ષી અને ધોની રાંચીની ડીએવી શ્યામાલી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. બાદમાં સાક્ષીનો પરિવાર દહેરાદૂનમાં સ્થાયી થયો. સાક્ષીના દાદા દહેરાદૂનમાં વન વિભાગના નિવૃત્ત અધિકારી હતા.
  • મિત્રએ કરાવી હતી બંનેની મુલાકાત
  • સાક્ષીએ આગળનો અભ્યાસ દહેરાદૂનના વેલકેમથી કરી અને પછી ઓરંગાબાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટમાંથી ડિગ્રી મેળવી હતી. સાક્ષીએ તેની તાલીમ કોલકાતાની તાજ બંગાળ હોટલમાં પૂર્ણ કરી.તાજ હોટેલ બંગાળમાં 2008 માં સાક્ષી અને ધોનીની ફરી મુલાકાત થઈ  જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સાથે ઈડન ગાર્ડનમાં આયોજિત મેચ માટે તાજમાં રોકાઈ હતી.

  • ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે સાક્ષી જ્યારે ધોનીને મળે છે ત્યારે તે જાણતી નથી કે ધોની ક્રિકેટર છે અને પછી સ્ટાફ તેને ધોનીની માફી માંગવા કહે છે. આ પછી, બંને મિત્રો બની જાય છે અને પછી પ્રેમ થઈ જાય છે.ત્યારે વાસ્તવિક જીવનમાં, બંને શાળાના દિવસોથી જ એકબીજાને જાણતા હતા.ત્યાર પછી યુદ્ધજીત દત્તા, જે સાક્ષી અને ધોનીનો મિત્ર હતો, તેમણે જ બંનેની મુલાકત કરાવી હતી.પછી ધોનીએ યુદ્ધજીત પાસેથી સાક્ષીના નબંર માગીને મેસેજ કર્યો. સાક્ષીને તે વાતનો વિશ્વાસ થયો ન હતો કે ધોનીએ તેને મેસેજ કર્યો છે.

  • આ પછી સાક્ષી અને ધોનીના પ્રેમની શરૂઆત થઈ. જોકે, 2010 માં બંનેએ લગ્ન કરી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.બંનેએ 4 જુલાઈ, 2010 ના રોજ સાત ફેરા લીધાં હતાં. લગ્ન પછી, ધોની અને સાક્ષીને એક સુંદર પુત્રી જીવા મળી. જીવ એક ખૂબ જ ક્યૂટ કિડ છે જે મોટે ભાગે મેદાન પર તેના પિતા ધોનીને ચિયર કરતી જોવા મળે છે.ત્યારે ધોની તેના પરિવારની ખૂબ નજીક છે. રમત સિવાય તેનું ધ્યાન તેના પરિવાર પર રહે છે અને તે ઘણીવાર પરિવાર સાથે સમય વિતાવતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.